________________
૧૯૦
- ૩ - બંધન જાણો ! બંધન તોડો !
742 છે. તે પછી તમને ધર્મ સમજાવવા, કરાવવા માટે તમારી કઈ કક્ષા છે, એ નક્કી કરવું જરૂરી બને છે.
આજની મોટા ભાગની સમસ્યાઓ તમારી બાળ, મધ્યમ કે બુધ વગેરે કક્ષામાંથી ઉભી થયેલી નથી, પણ તમારા ધર્મના અનર્થીપણામાંથી ઉભી થયેલી જણાય છે.
શ્રોતાઓના જે બાળ-મધ્યમ અને બુધ, એમ ત્રણ પ્રકાર બતાવ્યા છે, તે અર્થીના પ્રકારો છે, અનર્થીના નહિ. આજે જેઓ અહીં પણ દેખાય છે, તેમાંના તો કેટલાક અનર્થી પણ છે. “જોઈએ - જઈએ, મહારાજ સાહેબ શું બોલે છે ? પાલીતાણામાં ચોમાસું ચાલુ છે. અહીં હરવા-ફરવાની બીજી કોઈ જગ્યા નથી.
ક્યાં જવું ? તો ચાલો વ્યાખ્યાનમાં.' કોઈ ટાઈમ પાસ કરવા આવે છે. કોઈને પત્ની લઈ આવી છે, કોઈને પતિ લઈ આવ્યો છે. કોઈને મિત્ર લઈને આવે છે. સ્નાત્રપૂજામાં પણ આવે છે ને કે –
“આતમ ભક્તિ મળ્યા કેઈ દેવા, કેતા મિત્તનુજાઈ;
નારી પ્રેર્યા વળી નિજ કુલવટ, ધર્મી ધર્મસખાઈ.” - આવું અહીં પણ હોય છે. સભામાંથી એક ભાઈ : ભણેલા-ગણેલા આવા પ્રશ્નો કેમ કરે છે ? સભામાંથી બીજા ભાઈ ઃ ગૌતમસ્વામી પૂછતા હતા, એટલે અમે પણ પૂછીએ
છીએ.
ગૌતમસ્વામી તત્ત્વજિજ્ઞાસાથી પૂછતા હતા. તમારી જેમ ટહુકા નહોતા કરતા.
તમે સૌ એટલું નક્કી કરો કે અમારે આ બધું માત્ર બૌદ્ધિક રીતે જ સમજવું નથી, પણ હૈયાના સ્તરે સમજવું છે. જો આમ કરશો તો જ તેમાંથી અનુપ્રેક્ષાનો જન્મ થશે. તમારા હૃદયમાં અનુપ્રેક્ષા જન્મે એટલા માટે તો એકની એક વાત અનેક રીતે કરું છું. હૈયું સમજે તો આચારમાં આવતાં વાર નહિ?
સભા: હયું સમજે છે, પણ આચારમાં આવતું નથી. હૈયું સમજે તો આચારમાં આવતાં વાર નહિ લાગે. પણ અત્યારે જે સમજ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org