________________
748
૧૯૬
- ૩ - બંધન જાણો ! બંધન તોડો ! – પૈસાનો ભૂખ્યો બજારમાં ગયો ને થપ્પડ ખાઈને પાછો આવ્યો હતો વિચારે કે, હવે કાલે મળશે. પાછો બજારમાં ગયો અને થપ્પડ ખાઈને આવ્યો, ત્યારે ફરી પણ વિચારે કે પરમ દિવસે મળશે, ત્યારે પણ ગયો તો પાછો થપ્પડ ખાઈને આવ્યો પણ એની આંખ ન ઉઘડી.
ઘણા કહે છે કે, “આજે લાઈફ ખરાબ રીતે પસાર થઈ રહી છે, કારણ કે અત્યારે મારો પિરીયડ સારો નથી. હમણાં બૅડ લક ચાલે છે. પણ પાંચ વર્ષ પછી ગોલ્ડન પિરીયડ આવવાનો છે અને એ બોલતી વખતે તેની આંખ મીંચાઈ જાય, મોઢામાંથી પાણી છૂટે, પણ હજી તો પાંચ વર્ષ પૂરા થાય એ પહેલાં જ એ માત્ર ત્રણ જ વર્ષમાં ઉકલી ગયો. એવા ય કેટલા દાખલા છે ? “ઘરડાને ઝાઝેરી” કહેવાય તેનો એક નમૂનો :
સભા : આશા અમર છે.
આશા અમર છે પણ તમે અમર નથી એનું શું ? વૃદ્ધોની મમતા કેવી હોય છે? - તેનો એક નાનકડો પ્રસંગ કહું.
એક વૃદ્ધ ભાઈએ ચાલુ વાર્તાલાપ દરમ્યાન મને કહ્યું કે, “સાહેબ ! મને લાગે છે કે મારા કરતાં મારો પૌત્ર બહુ પુણ્યશાળી છે.”
મેં સહેજે પૂછ્યું કે “કઈ રીતે ?' આ પ્રશ્ન કર્યો ત્યારે મને એમ હતું કે એમનો પૌત્ર ધર્મની રુચિવાળો હશે. માટે આમ કહેતા હશે ! અથવા સારો સંસ્કારી હશે ! પણ એમનો જવાબ સાંભળીને હું તો ઠંડો જ થઈ ગયો.
તેમણે કહ્યું કે “સાહેબ ! મારે તો હવે જવાના દા'ડા આવ્યા. અમારા જમાનામાં તો સાયન્સનો લાંબો કોઈ આવિષ્કાર થયો ન હતો અને આજના જેવાં સુખનાં એવાં કોઈ વિશેષ સાધનોનો વિકાસ પણ થયો ન હતો. જ્યારે અત્યારે જે રીતે સાયન્સ ડેવલોપ થયું છે અને થઈ રહ્યું છે, તે જોતાં તો કલ્પના પણ નથી આવતી કે હવેના ભવિષ્યમાં કેવાં કેવાં સુખનાં સાધનોનું સર્જન થશે અને કેવાં કેવાં સુખો માણી શકાશે; સાહેબ ! આ બધી આશાઓ પૂરી થાય એ પહેલાં મારે તો જવું જ પડશે જ્યારે મારો આ પાંચ વર્ષનો પૌત્ર : એને તો એ બધું જ માણવા મળશે; અને મહારાજ સાહેબ ! અમારા વખતમાં તો વ્યવહારનાં બંધનો પણ એટલાં બધાં હતાં કે જે કાંઈ માણી શકાય તેવું હતું તે પણ માણી શકાયું નહીં. હવે તો સમાજ પણ એટલો ઉદાર વિચારવાળો થયો છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org