________________
૧૯૭ – ૭ : પૈસાવાળો સુખી છે – એ વાત ભૂલી જાઓ! - 30 - 749 કે આજના છોકરાઓને કે જુવાનીયાઓને કોઈ બંધન નથી. એટલે મારો પૌત્ર કેટલું બધું સુખ ભોગવી શકશે, સંસાર માણી શકશે ? એટલે મને રોજ થાય કે મારો પૌત્ર બહુ ભાગ્યશાળી છે.'
આ સાંભળીને મને થયું કે ઘરડે ઘડપણ, જેના આવા વિચારો છે, એણે પોતાની આખી જિંદગીમાં નાનપણમાં અને જુવાનીમાં કેવા કેવા વિચારો કર્યા હશે ? અને આજે પણ જે રીતના વિચારો કરે છે એ કરતો કરતો મરશે તો એની ગતિ શું થશે? આ વાર્તાલાપે સાચે જ મને બેચેન બનાવ્યો હતો. શંકરાચાર્યે પણ ગાયું છે – 'अङ्गं गलितं पलितं मुण्डं, दशनविहीनं जातं तुण्डम् । वृद्धो याति गृहीत्वा दण्डं, तदपि न मुञ्चति आशापिण्डम् ।।' અંગ ગળી ગયું, માથાના વાળ ધોળા થઈ ગયા, મોટું દાંત વગરનું બોખું થઈ ગયું, લાકડીના ટેકે ચાલવા માંડ્યો
છતાં એ ડોસો આશાઓને છોડતો નથી.' જુવાનીમાં જે શરીરનો બાંધો એકદમ દ્રઢ હતો, સ્નાયુઓ સુદ્રઢ હતા, ચામડી ચીકણી અને તસતસતી હતી, શરીર એકદમ લચકલું હતું. તે એકદમ ગળી ગયું, ઢીલું પડી ગયું, લથડી ગયું. લબડી પડ્યું, શરીરની બધી જ ચામડી લબડી પડી, બધા જ સ્નાયુઓ ઢીલા પડી ગયા. માથા અને મોઢાના એક એક વાળ જે એકવાર કાળા ભમ્મર હતા, તે બધા જ રૂની પૂણી જેવા ધોળા થઈ ગયા. જે દાંત મચકુંદનાં ફૂલ જેવા ધોળા અને દાડમની કળી જેવા ચમકતા હતા તે પીળા પડી ગયા, ગંદા થઈ ગયા અને બધા જ ઘંટના લોલકની જેમ હાલવા લાગ્યા અને છેવટે બધા જ પડી ગયા. મોટું બોખું થઈ ગયું. જે દાંતથી એકવાર કાચી સોપારી કડ-કડ ખાઈ જતો હતો, તે દાંતથી ભાત પણ ખવાતા નથી. જે હોજરી ગુંદરપાકના અનેક ચોસલા પચાવી જતી તે હોજરી હવે મગનું પાણી પણ પચાવવા તૈયાર નથી. જે પગથી એ પહાડો ચડી જતો હતો, તે પગ ઉપર હવે ઉભા રહેવું પણ અશક્ય કે દુ:શક્ય બન્યું. જેને કારણે એને લાકડીને ટેકે ટેકે ચાલવાનો વારો આવ્યો અને એમાં પણ પારાવાર મુશ્કેલીઓ અનુભવાવા લાગી. જે આંગળીના ઈશારે દુનિયાને ધ્રુજાવતો, નચાવતો તેને આજની આ વૃદ્ધાવસ્થા ધ્રુજાવી રહી છે, નચાવી રહી છે. માટે તો કોઈએ ગાયું કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org