________________
750
૧૯૮ - ૩ - બંધન જાણો ! બંધન તોડો ! –
“ઘડપણ કોણે મોકલ્યું ? ઊંબરા તો ડુંગરા થયા રે, પાદર થયાં પરદેશ.” આવું ભયાનક વૃદ્ધત્વ કાયાને ઘેરી વળવા છતાં મનની દશા જરા પણ ન બદલાઈ અને આશામાં ને આશામાં જ રાચવાનું ચાલુ રહ્યું. આશા છૂટતી નથી. જીવવાની જોવાની અને માણવાની આશાઓમાં ક્યાંય ઘસારો ન પડ્યો. જ્યારે જીવનની છેલ્લી ઘડીઓ ગણાતી હોય ત્યારે પણ ડૉક્ટરને કહે, “કાંઈક કરોને.' ડૉક્ટર કહે, “શક્ય નથી.” તો પણ કહે કે “ડોક્ટર ! તમે કહો એટલા રૂપિયા અપાવું, પણ કાંઈક કરો.' ડૉક્ટર કહે, ‘હવે તો ઉપરવાળાનાં હાથમાં છે, તો એવા સમયે લાચાર થઈને બે હાથ જોડીને ડૉક્ટરને કહે કે “મારે તો તમે જ મારા ઉપરવાળા અને તમે જ મારા ભગવાન - હજી તો મારે દીકરાનાં લગ્ન લેવાનાં બાકી છે. દીકરાના દીકરાનું મોઢું જોવાનું બાકી છે. તમે મને બચાવો !” આમ જીવવાના તરફડીયા મારતાં મારતાં જ મરે ! મરતાં સુધી દરેકને કાંઈક ને કાંઈક તો બાકી રહેવાનું જ. આ હિતની વાત છે, ટેન્શનની નહિં? સભા : આવું બધું કહીને આપ અમારું ટેન્શન વધારી દો છો.
ટેન્શનમાં જ તો જીવો છો. આ તો ટેન્શન ફ્રી થવાનો માર્ગ બતાવું છું. મણમણનો ભાર માથે લઈને તમે બેઠા છો. એ તમારો ભાર ઉતારવાની હું મહેનત કરું છું. તમારી એક મમતા તૂટે તો તમે તરત જ ટેન્શન ફ્રી થઈ જાઓ. પણ તમે તો તમારી આ મમતાને જાળવીને તમારા ટેન્શનને વધારી રહ્યા છો !
ચક્રવર્તીને કોઈ પૂછે કે, તમે છ ખંડનાં સામ્રાજ્ય ઉપર બેઠા હતા, તે વખતે જે ટેન્શન હતું અને દીક્ષા લીધા પછી જે ટેન્શન છે; એ બેમાં વધારે ઓછું ટેન્શન ક્યાં? તો ચક્રવર્તીનો અનુભૂતિ પૂર્ણ એક જ જવાબ હોય કે ચક્રવર્તી હતો ત્યારે ટેન્શનનો પાર ન હતો અને અહીં આવ્યા પછી ટેન્શનનું નામ નથી.
તમે આ ચોમાસું પતાવીને ઘરે જશો તો કેટકેટલા મળવા આવશે ને કેટકેટલા નવા પ્રશ્નો ઉભા કરશે ? ધંધાનાં ટેન્શન, બીલોનાં ટેન્શન, સમાજનાં વ્યવહારોનાં ટેન્શન, પત્ની-પરિવાર, પુત્રી-જમાઈને સાચવવાનાં ટેન્શન. કેટલાં ટેન્શન થશે ? તેમાંનું એક પણ ટેન્શન હમણાં છે ?
ઘણાં તો અહીં છે તોય પેટ ચોળીને શૂળ ઉભું કરે છે. સામેથી ફોન કરી-કરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org