________________
૧૯૯
૭ : પૈસાવાળો સુખી છે
-
એ વાત ભૂલી જાઓ ! – 30
Jain Education International
―
ટેન્શન ઉભું કરે છે. ‘ધ્યાન રાખજો - સમજીને કામ લેજો - બરાબર કાળજી રાખજો’ એમ કહીને આવે અને એમાં કાંઈ ખરાબ સમાચાર મળે તો, ‘હૈં, શું થઈ ગયું ? મેં તમને કહ્યું હતું ને' – એમ અહીં બેઠા બેઠા પણ ત્યાંની ચિંતા કરે.
751
સિદ્ધગિરિમાં ચાતુર્માસ ક૨વા માટેનું આ ફોર્મ પાસ કરતાં પહેલાં શરત કરવા જેવી હતી. ફોર્મમાં જ એક કલમ ઉમેરવા જેવી હતી કે, ‘હવે આ ચાર મહિના ઘર સાથેનો કોઈપણ પ્રકારનો સંપર્ક રખાશે નહિ.'
સભા : એવું કરે તો કોઈ આવે જ નહિ.
કાંઈ વાંધો નથી. ટોળાં ભેગાં કરીને કામે ય શું છે ? આપણે કોન્ટિટી નથી જોઈતી - ક્વોલિટી જોઈએ છે. એક પણ આરાધક સારો તૈયાર થશે તો બીજા સો જણને આલંબન આપશે.
આત્મહિત કરવું હોય તો તે માટે કુટુંબ ભાવના તોડીને સંઘભાવના ઉભી કરવી જરૂરી છે. જો મમતા ઢીલી પડે તો કુટુંબ ભાવના તૂટે અને સંઘભાવના ઉભી થાય. તે પછી જ સાચા અર્થમાં ‘વસુધૈવ કુંટુંબકમ્' બોલી શકશો અને માણી શકશો.
For Private & Personal Use Only
www.jainelibrary.org