________________
740
૧૮૮
- ૩ - બંધન જાણો ! બંધન તોડો ! – જેમ પરિગ્રહ માટે કહ્યું કે, “પરિગ્રહના કારણે દુઃખથી છૂટાશે નહિ – માટે પરિગ્રહને છોડો !”
હિંસા માટે કહ્યું કે, “જે જીવોની હિંસા કરશો તે તે જીવો સાથે તમારું વૈર વધશે – માટે હિંસા છોડો !” તેમ
મમતા માટે પણ કહ્યું કે – “પૈસો રક્ષણ આપી શકશે નહિ-૧, સ્વજનપરિવાર રક્ષણ આપી શકશે નહિ-૨ અને આયુષ્ય ક્ષણભંગુર છે. કોઈપણ ક્ષણે તૂટી પડશે-૩ - માટે મમતાને પણ છોડો !'
ભગવાને કહ્યું છે કે જેને આ પરિગ્રહ, હિંસા અને મમતાની અનર્થકારિતાની વાતો ગળે ઉતરશે તે જ કર્મનાં બંધનો તોડી શકશે, બીજા નહિ. અહીં સાધુપણામાં આવી ગયા તો પણ નહિ. અહીં આવ્યા પછી જે સાધુસાધ્વીને આ વાત ગળે નહિ ઉતરે, તો તે પણ ભવસાગર તરી નહિ શકે. તેમનો ત્યાગ અને સાધના બધું જ મોટે ભાગે એળે જશે. તમે ધર્મ ન કરી શકો એ ચાલશે પણ...
આ વાતો અમે જ્યારે કરીએ ત્યારે નવા કોરી પાટી જેવા જીવો, જેમની હૃદયની સંવેદના જીવતી ને ધબકતી હોય છે, તે હાલી જાય છે. પરંતુ ઘણા જૂના જામેલા લોકો કહે છે -
શાસ્ત્રોમાં તો આ જ વાતો હોય અને મહારાજ સાહેબને આ જ બધુ બોલવાનું હોય પણ વ્યવહારમાં તો જે થતું હોય તે જ થાય.” “આ વાતો ચોથા આરાની છે. આ કાળમાં લાગુ ન પડે. જેમ કરતા હોય તેમ કરતા રહો. આમ માનવું-મનાવવું-બોલવું-પ્રચારવું - એ ઉસૂત્ર છે, નર્યું મિથ્યાત્વ છે, ઉન્માર્ગ છે. છતાં જો આવી વાતો ચરવળા અને ચાંદલાવાળા બોલતા હોય, આગળ વધીને અમારામાંથી પણ જો કોઈ આવું બોલતું હોય તો હવે ફરિયાદ ક્યાં જઈને કરવાની ?
કહેવું જોઈએ કે, અમારો વૈરાગ્ય ઢીલો છે. અમે નમાલા છીએ. જોઈએ તેવો અંતરંગ પુરુષાર્થ નથી. બાળચેષ્ટા કરીએ છીએ. તમે જાગ્યા - બોધ પામ્યા તો જરૂર આગળ વધો. વીતરાગના શાસનમાં જેટલા જાગે અને ભાગે, દોડે તેટલા આગળ વધી શકે. બને કે વહેલા જાગેલા દોડે નહિ ને પાછળ રહી જાય અને મોડા જાગેલા દોડે તો આગળ વધી જાય. એટલે તમે શક્તિ મુજબ પુરુષાર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org