________________
૭ : પૈસાવાળો સુખી છે - એ વાત ભૂલી જાઓ ! – 30
દરિયો પા૨ ક૨વા જાઓ ત્યારે જેમ જેમ આગળ વધો તેમ તેમ પાણી વધતું જાય. ઊંડાણ વધતું જાય. પણ તેને પાર કરવાનું હોય છે. તેમાં પડવાનું નથી હોતું. આમ છતાં જે એમાં પડ્યા તે ગયા. કિનારે હતા ત્યારે પાણીની બહુ તકલીફ ન હતી, પણ વહાણમાં બેસીને જેમ જેમ આગળ વધ્યા તેમ તેમ ઊંડાણ ને વ્યાપ બન્ને વધતા ગયા. પણ વહાણમાં બેસનારા એને પાર કરવાની ભાવનાવાળા જ હોય. એટલે જ્યાં સુધી કિનારો ન દેખાય ત્યાં સુધી ભાર રહે. દરિયામાં મુસાફરી કરવા છતાં એ દરિયો પાર કરવાની જ ભાવનાવાળા હોય અને પાણીથી એ સાવધ હોય. તેમ અહીં પણ ધર્મ કરો એટલે ધન વધવાનું, પણ ધન જોઈને એનાથી સાવધ રહેવાનું છે. તેને વળગવા ગયા એ ગયા. મમ્મણને ધન મળ્યું, વળગ્યો તો એ સાતમી નરકે ગયો. સુભૂમ ને બ્રહ્મદત્તને પણ ધન, ભોગ અને સત્તા મળ્યાં. એ એને વળગ્યા તો મરીને સાતમીએ ગયા. જેને મળ્યું, જેમણે ધર્મ પાસે માગીને મેળવ્યું, તે મોટે ભાગે ધન, ભોગ મળતાં ધર્મને ભૂલી ગયા અને સંસારમાં ૨ખડી ગયા. જેને ધર્મ પાસેથી વગર માંગ્યે ધન-ભોગ મળ્યાં, તે તક મળતાં જ તેને છોડી ગયા અને ધર્મના શરણે રહી ભવસાગર તરી ગયા.
૧૮૭
જે કોઈ ધર્મ પાસે અર્થ-કામ માંગીને મેળવે તે મોટે ભાગે ડૂબી જાય અને જે કોઈને ધર્મ પાસેથી માંગ્યા વગર અર્થ-કામ મળે તે મોટે ભાગે તરી જાય. આ પરિસ્થિતિમાં તમારે શું કરવું તે તમારે નક્કી કરવાનું છે !
739
આપણી આ વાત છેલ્લાં ઘણા દિવસોથી ચાલે છે. તમે જે તર્ક માંગો છો તો તેના જવાબ હું તર્કથી આપું છું. શાસ્ત્રવચન માંગો છો તો શાસ્ત્રવચન આપું છું, પણ તમે ફક્ત મનનો વ્યાયામ કરો છો, હૈયાની કેળવણી નથી કરતા. એટલે જેવું આવવું જોઈએ તેવું પરિણામ નથી આવતું.
આ બધી વાતો માત્ર મનનો વ્યાયામ કરવા માટે નથી પણ હૈયાની કેળવણી અને આત્માના ઘડતર માટેની આ બધી વાતો છે. જ્યારે એ થશે, ત્યારે જ જેવું આવવું જોઈએ તેવું પરિણામ આવશે.
પરિગ્રહ, હિંસા અને મમત્વ આ ત્રણેય બંધન છે. તેને જાણો અને તોડો ! એ ત્રણેય અનર્થને કરનારાં છે. આત્માને દુઃખી કરનારાં છે, આ જ વાતને વધારે સમજાવવા માટે બીજી ત્રણ વાતો કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org