________________
બંધન જાણો ! બંધન તોડો !
પદાર્થોના પર્યાયને, વિશ્વની વાસ્તવિકતાને સ્વીકારી લીધી છે. આથી તેઓ દરેક પરિસ્થિતિઓને સાચા અર્થમાં મૂલવી શકે છે. વાસ્તવિકતાને વાસ્તવિક રીતે જોઈ શકે છે. એને એ જ સ્વરૂપે સ્વીકારી શકે છે. માટે જ તેઓ પોતાના મનને સ્વાભાવિક સમાધિમાં રાખી શકે છે. સાધુને ધોળા વાળ આવે તો ધ્રાસકો ન પડે પણ તમને એક ધોળો વાળ આવે તો ધ્રાસકો પડ્યા વગર ન રહે. કારણ કે સાધુ દેહના પર્યાયને જાણે છે અને સહજતાથી સ્વીકારે છે. જ્યારે તમે તો મૃત્યુની ઘંટડી વાગે ત્યાં સુધી પણ વૃદ્ધાવસ્થા સ્વીકારવા તૈયાર નથી હોતા !
૧૮૭
૩
શરીરની મમતા, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ જેવી વાસ્તવિકતાનો સ્વીકાર કરતા પણ તમને અટકાવે છે. જેના જીવનમાં મમતાને સ્થાન નથી, એવા સાધુને માટે વૃદ્ધાવસ્થા, મૃત્યુ વગેરે બધું જ સહજપણે સ્વીકાર્ય હોય છે.
738
ધન મળે ધર્મથી જ, પણ મેળવવું એ ધર્મ નહિં :
સભા : સાહેબજી, જરા મારો પ્રશ્ન આડા પાટે જાય છે, પણ આટલું સ્પષ્ટ કરો તો સારું. મારો પ્રશ્ન એ છે કે ધર્મથી ધન મળે કે નહિ ? અને જો મળે તો તે મેળવવા માટે ધર્મ કરાય કે નહિ ?
ધન મળે છે ધર્મથી જ. પણ જેનાથી જે મળે તે બધું મેળવવા જેવું જ અને તે મેળવવા જ તે કારણને સેવવું - એવો નિયમ ન બાંધી શકાય. ઝેર પણ મળે છે તો પૈસાથી જ પણ પૈસાથી મળનારું ઝે૨ પણ મેળવવા જેવું તો ન જ કહેવાય ને ? અને એવું ઝેર મેળવવા પૈસો મેળવવો એવું પણ ન જ મનાય ને ?
ધર્મની સ્થાપના મોક્ષ મેળવવા માટે જ છે. મોક્ષ એટલે સંસારના પ્રત્યેક પદાર્થથી સંપૂર્ણપણે છૂટવું. ધનથી છૂટવું, કામ-ભોગથી છૂટવું અને ખાવાપીવાથી છૂટવું. એટલે નક્કી થયું કે -
Jain Education International
ધન-ભોગથી છૂટવા માટે ધર્મ કરવાનો છે, ધન-ભોગ મેળવવા માટે નહિ. કા૨ણ કે ધન-ભોગ મેળવવા જેવા જ નથી. હા, મોક્ષ મેળવવા માટે અર્થાત્ ધન-ભોગથી હમેશા માટે છૂટી જવા માટે ધર્મ કરો એટલે એનાથી મોક્ષ મળવાનો. એ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી વચ્ચે એના આડફલ રૂપે ધન-ભોગ મળે તે મોક્ષ મેળવવામાં ન નડે તેવા મળે. તે વખતે એવો વિવેકપણ જાગતો રહે કે આ ધન-ભોગને વળગવાનું નથી, તેનાથી છૂટવાનું છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org