________________
૧૮૫ – ૭ : પૈસાવાળો સુખી છે – એ વાત ભૂલી જાઓ! - 30 - 737 સમારંભની જે પ્રવૃત્તિ કરો છો, તે છોડો ! અને ત્રીજે નંબરે તેની મમતા છોડો ! પરિગ્રહ છોડશો એટલે તેમાંથી હિંસા છોડવાનો માર્ગ મળશે. હિંસા છોડશો એટલે તેમાંથી મમત્વ છોડવાનો માર્ગ મળશે અને મમત્વ છોડશો એટલે સીધી રીતે દીક્ષાના માર્ગ ઉપર આવી જશો.
સભા : પછી દીક્ષા લેવી પડશે. દીક્ષા લેવી પડશે, એમ ન બોલો. દીક્ષા લેવી જ જોઈએ, આનંદથી લેવાશે અને એમાં જીવનની સાચી સાર્થકતા અનુભવાશે, એમ માનો ! તમે તો દીક્ષા લેવી પડશે, એમ કહીને એવું અભિવ્યક્ત કરો છો કે જાણે દીક્ષા એ મોટો બોજો હોય.
ખરેખર, સાચા અર્થમાં દીક્ષા લેવાય તો આ ત્રણેય પાપ એક ઝાટકે છૂટી જાય. જેણે માત્ર વેષ પરિવર્તન કર્યું છે કે કરવું છે, તેની વાત નથી કરતો. ત્રણેય પાપથી છૂટીને કે છૂટવા માટે દીક્ષા લેનારની એ પછીની જિંદગીની મજા જ કાંઈ અદકેરી.
જેને પરિગ્રહ જોઈતો જ નથી અને નથી, તેને મુંઝવણ શું ? વીતરાગના સાધુને કોઈ કહે, મકાન ખાલી કરો તો તે તરત જ “ધર્મલાભ' આપીને ચાલી નીકળે અને તમને ખાલી કરવાનું કોઈ કહે તો ?
કોઈ સ્વજન મરી ગયું તો તમે લમણે હાથ દઈને બેસો. વીતરાગના સાધુને એમાનું કશું જ ન હોય. કેમ ? પર્યાયનો, કાળની અવસ્થાનો સ્વીકાર કરી લે એટલે એને કોઈ શોક ન હોય. એટલા માટે જ સાધુઓના મૃત્યુ માટે “કાળધર્મ શબ્દ વપરાય છે. “ફલાણા મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા” એમ બોલાય છે. તેનો અર્થ સમજ્યા ? કાળધર્મ એટલે કાળનો ધર્મ. કાળનો પર્યાય. કાળનો ધર્મ એટલે કે સ્વભાવ છે કે દરેક વસ્તુને જૂની બનાવે. વર્તમાનને ભૂતકાળ બનાવી દે. એક પર્યાયનો નાશ કરીને બીજો પર્યાય ઉભો કરી દે.
આ તત્ત્વજ્ઞાનને સમજનાર વીતરાગના સાધુને ક્યારેય કોઈ પરિસ્થિતિમાં શોક ન હોય, દુઃખ પણ ન હોય. જોનારને કદાચ એમ પણ લાગે કે “આમને કાંઈ થતું નથી ?' તો એમને એ વાતનો ખ્યાલ રાખવો જરૂરી છે કે, સાધુના હૈયા કઠોર કે નઠોર નથી. સાધુ સદાય કરુણાભીના જ હોય. એમના હૈયામાં કઠોરતા કે નઠોરતાનો વાસ ક્યારેય ન હોય, પરંતુ તેમણે કાળના ધર્મને,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org