________________
૧૮૪ - -- ૩ - બંધન જાણો ! બંધન તોડો! – – 736
સભા આજ્ઞા માનીએ જ છીએ.
આજ્ઞા શું કહે છે ? પરિગ્રહ-પૈસો છોડો-૧, હિંસા છોડો-૨, ને મમતા છોડો-૩.
વીતરાગના શાસનમાં દેવ-ગુરુને કાંઈ જોઈતું જ નથી. આ ત્રિપદી ભગવાને આપણા સુખ માટે, હિત માટે આપી છે. સ્વીકારવી છે ?
ભગવાનને આપણે પૂછીએ કે, “ભગવાન, શું છોડું ?' ભગવાને કહ્યું, “પરિગ્રહ છોડો !' હજી અધૂરું લાગ્યું એટલે ફરી પ્રશ્ન પૂછ્યો. ‘ભગવંત, શું છોડું ?” ભગવાને કહ્યું, ‘હિંસા છોડો !' હજી કાંઈક અધૂરું લાગ્યું, એટલે ફરી પ્રશ્ન કર્યો. “ભગવંત ! શું છોડું..?” ભગવાને કહ્યું, “મમત્વ છોડો !'
ગણધર ભગવંતોએ ત્રિપદી સ્વીકારીને તેમાંથી દ્વાદશાંગીની રચના કરી. જેને કારણે શાસનની સ્થાપના થઈ અને આ ત્રિપદીમાંથી આપણે આપણા આત્મહિતનું સર્જન કરવાનું છે. બચવું હોય તો બધું છોડો !
આપણા સૌના આત્મહિત માટે એક જુદી જ અપેક્ષાએ ભગવાનની આ ત્રણ આજ્ઞા છે. યાદ રહી ગઈ ? પહેલી આજ્ઞા.. “પરિગ્રહ છોડો !” મુંબઈવાળાને કહેવું પડશે કે, “પહેલાં મુંબઈ છોડો !' સભા ક્યાં જઈએ ? જ્યારે મકાનમાં આગ લાગી હોય ત્યારે “ક્યાં જવું?' - એ કહેવું ન પડે ! એકાએક મુંબઈમાં બોમ્બાર્ટમેન્ટ થવા માંડે. ત્યારે કેવા ભાગે ? ગાડી મળે તો ગાડી, ટેક્ષી મળે તો ટેક્ષી. જે મળ્યું તે લઈને ભાગે. છેવટે પગે ચાલતાં પણ ભાગે ત્યારે વિચારવા ન બેસે. કોઈ કહે, “ક્યાં જવું છે ?' “જ્યાં જઈએ ત્યાં પણ પહેલાં મુંબઈ છોડો, પછી ક્યાં જવું છે, તેનો રસ્તો થશે.” એમ કહે ને !
ઈ. સ. ૧૯૪૭માં દેશના ભાગલા પડ્યા ત્યારે લોકો પોતાનો જાન લઈને ભાગ્યા હતા. ઘર-બાર, દુકાન-હાટ, પેઢી કે ફેક્ટરી, સ્વજન-પરિવાર, પુત્ર કે પત્ની, બધાને છોડીને માત્ર પોતાને બચાવવા દોડી પડ્યા હતા. મનમાં હતું કે “જાત સલામત તો..” આ બધું તમે જાણો છો ને ?
ભગવાન કહે છે - પહેલા નંબરે પરિગ્રહ છોડો ! બીજા નંબરે આરંભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org