________________
૧૮૩
–
૭ : પૈસાવાળો સુખી છે – એ વાત ભૂલી જાઓ! - 30
–
735.
લગાડો કે, શરીરને હષ્ટ-પુષ્ટ કરનાર રસાયણોનું સેવન
કરો, પરંતુ આ મૃત્યુ તમને નહિ જ છોડે.' આ એક એક મુદ્દા ઉપર જેટલો વધારે વિમર્શ કરશો, તેટલી તમારી અનુપ્રેક્ષા ઘેરી બનશે.
જો કરતાં આવડે તો મૃત્યુની સ્મૃતિ પણ પાપ કરતાં અટકાવે છે અને મૃત્યુની વિસ્મૃતિ પણ પાપ કરવાનો ઉત્સાહ વધારે છે.
આખા દિવસમાં તમે જેટલાં પણ પાપો કરો છો, તેની શિક્ષા તમારે પોતે જ ભોગવવી પડશે. પછી તે પાપ કોઈને પણ માટે કરતા હો. ભૌતિક સ્વાર્થ હોય ત્યાં પરોપકાર ન હોય ? સભા પરાર્થરસિકતાથી કરીએ તો ?
પાપમાં પરાર્થરસિકતા ક્યાં આવી ? પાપને અને પરાર્થરસિકતાને ક્યાંય મેળ જ નથી.
સ્વજન-પરિવાર માટે તમે જે કાંઈ કરો છો તે તમારા ભૌતિક સ્વાર્થ માટે જ કરો છો.
જેની આગળ પાછળ ક્યાંય પણ ભૌતિક સ્વાર્થ રહ્યો હોય, તેવી કોઈપણ પ્રવૃત્તિને પરાર્થકરણ ન કહેવાય.
જ્યાં સુધી આત્માનું લક્ષ્ય નહિ બંધાય ત્યાં સુધી આ બધુ નહિ સમજાય. તમે એક દૃશ્ય આંખ સામે લાવીને વિચારો કે - દરિયામાં પડ્યા છીએ, વહાણ તૂટ્યું છે. દરિયામાં આમથી તેમ ફંગોળાઈએ છીએ અને એકાદ ફૂટ દૂર પાટીયું છે. જો તે હાથમાં આવી જાય તો જ બચવાની શક્યતા છે, બાકી બચવાનો કોઈ ઉપાય નથી. આવા સમયે જે પણ તાકાત હોય તેનો ઉપયોગ શાના માટે થાય ? કોઈ પણ ભોગે પાટીયું પકડીને તરવા માટે જ થાય ને ? તે જ રીતે જેને લાગે કે હું ભવસાગરમાં ડૂબી રહ્યો છું અને હવે એક માત્ર ધર્મ જ તરણોપાય છે, તેનો પ્રયત્ન શાના માટે હોય ? ધર્મ કરવા માટે જ હોય ને ?
સભા માટે તો દેવ-ગુરુની સેવા કરીએ છીએ.
સેવા એટલે શું ? તે પહેલાં બોલો. કેશરનાં બે-ચાર તિલક કરી આવો તે સેવા છે ? દેવ-ગુરુની સેવા કેવી રીતે થાય ? ઈચ્છા મુજબ કે આજ્ઞા મુજબ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org