________________
૧૮૨ - ૩ - બંધન જાણો ! બંધન તોડો! – 734
“ઘોડા, રથ, હાથી અને માનવોથી હારમાળાઓથી શોભતા વિશાળ સૈન્યથી પરિવરેલા રાજવીને આ યમ નાનકડા માછલાને જે રીતે માછીમાર લઈ જાય તે રીતે દીન
બનાવીને લઈ જાય છે.' બોલો, આ એક નરી વાસ્તવિકતા છે કે નહીં ? ચક્રવર્તીનું વિશાળ સૈન્ય પણ શું ચક્રવર્તીને મૃત્યુના જડબામાંથી ઉગારી શકે એમ છે ? આગળ વધીને તેઓશ્રી કહે છે કે 'प्रविशति वज्रमये यदि सदने, तृणमथ घटयति वदने । तदपि न मुञ्चति हत समवर्ती, निर्दयपौरुषनर्ती ।।३।।' કોઈ વજમાંથી નિર્મિત ઘરમાં પ્રવેશ કરે કે દીનતાપૂર્વક મોઢામાં ઘાસનું તણખલું મૂકે તો પણ નજીકમાં રહેલ
નિર્દય એવો યમ સકંજામાં આવેશ જીવને છોડતો નથી.' અહીં યમ માટે પૌરુષનર્તી વિશેષણ વાપર્યું છે. તેનો અર્થ પણ એવો જ માર્મિક છે. પુરુષોને નચાવનાર – પુરુષોના સત્ત્વને હણનાર.”
'वपुषि चिरं निरुणद्धि समीरं, पतति जलधिपरतीरम् । शिरसि गिरेरधिरोहति तरसा, तदपि स जिर्यति जरसा ।।५।।' 'કોઈ ગમે તેટલા લાંબા કુંભક પ્રાણાયામ કરે, સમંદરની પેલે પાર જાય કે કોઈ ઝટ પર્વતના શિખર ઉપર ચડે તો
પણ તે ઘડપણથી ખખડી જાય છે, બચી શકતો નથી. ઘણા લોકો જુવાની ટકાવવા કેટ-કેટલું કરતા હોય છે; કોઈ દવાઓ કરે તો કોઈ કાયાકલ્પ કરે, કોઈ પ્રાણાયામ કરે તો કોઈ યોગાસનો કરે, કોઈ વનવાસ સ્વીકારે તો કોઈ ગિરિવાર સ્વીકારે, બધું જ નિરર્થક છે. એ ઘડપણ અને મૃત્યુની ઝપટમાંથી ક્યારેય બચી શકતા નથી. એટલે જ એઓશ્રીએ કહ્યું કે –
'विद्यामन्त्रमहौषधिसेवां, सृजतु वशीकृतदेवाम् ।। रसतु रसायनमुपचयकरणं, तदपि न मुञ्चति मरणम् ।।४।।' વિદ્યાની સાધના કરો, મંત્રનો જાપ કરો, મૂલ્યવાન ઔષધિઓનું આસેવન કરો, વશ કરેલા દેવોને કામે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org