________________
૧૮૧ – ૭ : પૈસાવાળો સુખી છે – એ વાત ભૂલી જાઓ! - 30 - 733 બંધનને તોડી શકે અને જે મમતાના બંધનો તોડી શકે તે કર્મના બંધનોને ઘણી સહેલાઈથી તોડી શકે.
જૂના કાળમાં બુદ્ધિ માટેની પણ પેઢી રહેતી. મૂલ્ય ચૂકવો એટલે બુદ્ધિ મળે. એક એક સલાહ માટે લાખ લાખ સોનૈયા ચૂકવવા પડતા અને એનો ફાયદો સમજતા પુણ્યાત્માઓ એટલું ઊંચું મૂલ્ય ચૂકવીને ય એ સલાહ મેળવતા અને સુખી થતા. તેમ ભગવાને આપણને ત્રણ બુદ્ધિ આપી છે. તે એક પણ મૂલ્ય વગર, લેવી છે ? પહેલી બુદ્ધિ - ધન મારું રક્ષણ કરી શકે તેમ નથી. બીજી બુદ્ધિ - સ્વજન-પરિવાર મારું રક્ષણ કરી શકે તેમ નથી અને ત્રીજી બુદ્ધિ - જીવન ક્ષણભંગુર છે. આ ત્રણ વસ્તુ ઉપર જેટલી ઘેરી અનુપ્રેક્ષા કરશો, તેટલા સાચા પુરુષાર્થનો જન્મ થશે.
સભાઃ વધુ ઘેરી અનુપ્રેક્ષા કેવી રીતે થાય ?
આ એક એક મુદ્દા ઉપર જુદા જુદા અનેક દૃષ્ટિકોણથી જેટલી વધુ વાર વિચારણા કરશો તેટલી વધુ ઘેરી અનુપ્રેક્ષા બનશે.
એક વાત તમે બરાબર ધ્યાનમાં લો કે, મૃત્યુ તમને લેવા નીકળી ગયું છે. દુનિયામાં કોઈ એવો વકીલ નથી કે જે તમને મૃત્યુ સામે સ્ટે લાવી આપે. ગમે તેટલી ફી ચૂકવો તો પણ નહિ.
દુનિયાનો કોઈ એવો ઈજનેર નથી કે, જે એવો કિલ્લો બનાવી આપે છે, જેમાં રહેવાથી મૃત્યુથી બચી જવાય.
દુનિયાના કોઈ એવા ચિકિત્સક નથી કે, જેની દવા લેવાથી મૃત્યુથી બચી જવાય. દુનિયામાં કોઈક તો એવું બતાવો કે જે મૃત્યુથી બચાવી શકે ? મૃત્યુથી કોઈ બચાવી શકે તેમ નથી.
પૂજ્યપાદ મહોપાધ્યાયશ્રી વિનયવિજયજી ગણિવરે આ મુદ્દાને કેવો સુંદર શૈલીમાં રજુ કર્યો છે.
શાંતસુધારસ' ગ્રંથમાં અશરણ ભાવનાનું વર્ણન કરતાં તેઓશ્રીએ ગાયું છે
'तुरगरथेभनरावृत्तिकलितं, दधतं बलमस्खलितम् । हरति यमो नरपतिमपि दीनं, मैनिक इव लघुमीनम् ।।२।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org