________________
૧૮૦
૩
-
બંધન જાણો ! બંધન તોડો !
એનો મતલબે સમજ્યા ? જે વ્યક્તિ ધર્મની રક્ષા કરે છે; એટલે જે પોતાનાં જીવનમાં બધી જ વસ્તુને ગૌણ કરીને એકમાત્ર ધર્મની જ આરાધનાને અમલી બનાવે છે, ધર્મને જ જે વળગી રહે છે, તેની રક્ષા-સુરક્ષા તેનો ધર્મ કરે છે.
732
એક વાત બરાબર ધ્યાનમાં રાખો કે - હિંસા ન કરવી એ ધર્મ, પરિગ્રહ ન રાખવો તે ધર્મ, મમતા ન કરવી એ ધર્મ છે. એ તમે કરો તો આજે તમને ધર્મનો સહારો મળશે.
આજે કેટલાકોએ કોરી ધાકોર દેખીતી ધર્મક્રિયાને ધર્મ માની લીધો છે. કેવળ ક્રિયા એ ધર્મ નથી. પણ જે ધર્મ પ્રગટાવવો છે, તેનું તે સાધન છે. જે ધર્મક્રિયાથી ધર્મ જ ન પ્રગટે તો તે ધર્મક્રિયા શું કામની ? ધર્મ શું છે ? અહિંસા, અપરિગ્રહતા અને નિર્મમભાવ.
જે ક્રિયાઓ કરીને અહિંસા, અપરિગ્રહ અને નિર્મમભાવ પ્રગટે તેવી ધર્મક્રિયા થાય તો કામ લાગે.
Jain Education International
દીવો પ્રગટાવવો હોય તો કોડીયું જોઈએ, વાટ જોઈએ અને તેલ પણ જોઈએ. આ ત્રણેયને ભેગા કરીને દિવાસળી ચાંપો તો દીવો પ્રગટે. પણ કોઈ લાખો કોડીયાં ભેગાં કરે, ઘણી વાટો અને મણોબંધ તેલ માત્ર ભેગું કરે, પણ ચિનગારી ન પેટાવે તો તેને પ્રકાશ ન મળે ! પ્રકાશ પામવા તો આ બધું ભેગું કર્યા પછી ચિનગારી પેટાવવી પડે. જો ચિનગારી પ્રગટાવો તો પ્રકાશ-પ્રકાશ થઈ જાય. તેમ ધર્મક્રિયાઓ કોડીયું-વાટ ને તેલ જેવી છે અને અપરિગ્રહતા, અહિંસા ને નિર્મમત્વ રૂપ ધર્મ અવશ્ય પ્રગટે અને એ પ્રગટાવો એટલે તરત જ પ્રકાશ થાય અને આત્મસ્વરૂપનું દર્શન અને તેની પ્રાપ્તિ અવશ્ય થાય. મમતાને તોડવાના ઉપાયો :
સભા : સાહેબ ! ફરી એટલું જ સમજાવો કે આ મમતા તોડવા અમારે કઈ સમજ કેળવવી જોઈએ ?
મમતાને તોડવા માટે ત્રણ જાતની સમજ કેળવવી જરૂરી છે. આ ધન મારું રક્ષણ કરી શકે તેમ નથી, - આ પહેલી સમજ. સ્વજન-પરિવાર મારું રક્ષણ કરી શકે તેમ નથી, - આ બીજી સમજ અને જીવતર સાવ ટૂંકું છે, ક્ષણભંગુર છે, લાંબું ટકે તેમ નથી, - આ ત્રીજી સમજ. આ ત્રણ સમજ જેનામાં આવે તે મમતાના
For Private & Personal Use Only
www.jainelibrary.org