________________
૧૭૯
૭ : પૈસાવાળો સુખી છે
-
એ વાત ભૂલી જાઓ ! - 30
દેવલોકના દેવરાજ અત્યારે શું કરે છે તે જોવા તેમણે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો, તો તેમને દેવલોકના દેવરાજ દેખાયા. પણ ત્યારે દેવલોકના દેવરાજની હાલત બહુ દુ:ખદ હતી. દેવરાજ દેવેન્દ્ર ગમે તેટલાં દેવોનો માલિક હોય કે, ગમે તેટલાં સામ્રાજ્યનો માલિક હોય, પણ એમને ય એમના પ્રોબ્લેમ નડતા જ હોય છે. મહાત્માએ જોયું કે તે સમયે એ પોતાની ઈન્દ્રાણીને મનાવતા હતા.
આટલા મોટા ઈન્દ્રને પણ પોતાની ઈન્દ્રાણીનું મોઢું જોવું પડે, સાચવવું પડે અને એ રીસાય તો એને મનાવવા કાલાવાલા પણ કરવા પડે. કેવો છે આ સંસાર ! કેવી છે આ સંસારની વિડંબણા ! જેટલા સંસારી મમતાને પરવશ હોય તે ગમે તેવા મહાન ગણાતા હોય તો પણ તેમની આ જ હાલત હોય છે.
જેના પ્રત્યે મમતા હોય, તેનો ચહેરો પડે એટલે આનો પણ ચહેરો પડે. દેવોની અને દેવલોકના દેવેન્દ્રોની પણ આ જ હાલત હોય છે.
જ્યાં પરિગ્રહ-હિંસા ને મમત્વ હોય, ત્યાં બધે જ બેહાલી હોય. આની પહેલાના પ્રવચનમાં મેં તમને કહ્યું હતું કે, ‘નાગદં’ અને ‘ન મમ’
શરીર એ ‘હું’ નથી અને બીજું બધું ‘મારું નથી.’ આ મંત્ર જપવાનો ચાલુ કરો ! તો એ તમે ચાલુ કર્યો ?
731
આપણું કોઈ નથી. અમે તમને મૂકીને જતા રહેવાના અને તમે અમને મૂકીને જતા રહેવાના. શરીર પણ તમને મૂકીને જતું રહેવાનું અને તમે શરીરને મૂકીને જતા રહેવાના. તો પછી મમતા ક્યાં અને કોના ઉપર કરવાની ? તમારું અહીં કોણ છે ?
Jain Education International
સભા : ધર્મનો સહારો મળે ને ?
ધર્મનો સહારો તો જરૂર મળે પણ ધર્મ કરે તેને મળે કે ન કરે તેને મળે ? ધર્મ કહે છે કે પરિગ્રહ ન રાખો ! હિંસા ન કરો ! મમતા ન કરો ! - એ તમને મંજુર હોય તો ધર્મનો સહારો મળે. જે ધર્મનું કહ્યું માને જ નહિ, તેને ધર્મનો સહારો શી રીતે મળે ? નીતિ પણ કહે છે કે -
‘ધર્મો રક્ષતિ રક્ષિતઃ ।' ‘રક્ષાયેલો ધર્મ રક્ષા કરે છે.'
For Private & Personal Use Only
www.jainelibrary.org