________________
- ૧૭૮
– ૩ – બંધન જાણો ! બંધન તોડો ! – 730 તતઃ રીતેન્દ્રભૂપુસ્ત, વિધવમેવ ના
दुःखमुध्रियमाणानां, तन्मुञ्चास्मान् दिवं व्रज ।।' ‘ત્યારપછી તેઓએ સીતેન્દ્રને કહ્યું કે આ રીતે દુઃખથી ઉગારતાં અમારું દુઃખ વધી રહ્યું છે. તેથી અમને મૂકો
અને તમે દેવલોકમાં જાઓ !' શું કહ્યું, તે ખ્યાલ આવ્યો ને ? લક્ષ્મણજી વગેરેએ કહ્યું કે, “સીતેન્દ્ર, રહેવા દો ! અમારા કરેલાં અમારે ભોગવવાં જ પડશે, એટલું સારું થયું કે તમે આવ્યા ને અમને જગાડ્યા. ઉજ્જવળ ભાવિનું ધ્યાન આપ્યું. ભાવિ તીર્થકર થવાનું આશ્વાસન મળ્યું. હવે સમભાવે સહન કરી લઈશું.”
નરકનાં દુઃખો એ સામાન્ય દુઃખો નથી, કલ્પના બહારનાં એ દુઃખો છે. નરકનાં દુઃખોમાંથી બચવું અશક્ય છે. રોમ એટલા ત્યાં રોગ છે. ગરમી-ઠંડી-ભૂખ-તરસ પણ કેવાં ? બેસવાનું કે આરામનું નામ નહિ. ઉંઘનું પણ કોઈ સુખ નહિ.
જેને સુખ કહેવાય એવું ત્યાં કાંઈ જ નથી અને જેને દુઃખ કહેવાય એવું ત્યાં કાંઈ બાકી નથી.
સીતેન્દ્ર જેવા બારમા દેવલોકના ઈન્દ્રનું પણ ત્યાં કાંઈ ચાલ્યું નહિ. એટલે નિરાશ વદને એમને એ જ પરિસ્થિતિમાં મૂકીને પાછા વળવું પડ્યું. દેવો પણ મમતાના ગુલામ :
સભા દૈવી શક્તિ કેમ કામ ન લાગે?
ન લાગે, કર્મસત્તા આગળ દેવો પણ પાંગળા છે. સંસારમાં જે સૌથી બળવાન હોય તે પણ કર્મસત્તાના તો ગુલામ જ છે.
કેટલાક લોકો તો પોતાને માટે એમ માને કે ગમે તેવા પાપ કરું - આડાઅવળાં કરું, પણ અધિષ્ઠાયક દેવનાં ગોખલા પાસે જઈને ૨૫-૫૦ વખત માળા ફેરવી લઈશું. એટલે ઠેકાણું પડી જશે. પણ જો એ દેવોનું ય ઠેકાણું પડતું ન હોય તો તે તમારું શું ઠેકાણું પાડશે ? એ ય એમની પોતાની પળોજણોમાં પડ્યા હોય છે.
એક સાધુ મહાત્માને કાજો લેતાં આત્માની વિશુદ્ધિ થવાથી અવધિજ્ઞાન થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org