________________
૧૭૭
–
૭ : પૈસાવાળો સુખી છે – એ વાત ભૂલી જાઓ ! - 30
–
729
આ પછી સીતેન્દ્રએ રાવણ અને શબૂકને કહ્યું કે “તમે બન્ને પૂર્વેમાં જે કર્મો કર્યા એનાથી આ નરકમાં આવ્યા છો. હજુ તમે પૂર્વનું વૈર કેમ છોડતા નથી ?” એમ કહીને તેમને અટકાવીને લક્ષ્મણજીને બોધ પમાડવા કેવળીશ્રી રામચંદ્રજીએ કહેલી આગામી ભવોની બધી જ વાતો કરી અને કહ્યું કે “રાવણ તીર્થકર થશે. હું તેમનો ગણધર થઈ મોક્ષે જઈશ અને એ પછી તમે પણ ચક્રવર્તી-તીર્થકર બનશો અને મોક્ષમાં જશો.” આ સાંભળીને રાવણ અને લક્ષ્મણજીએ કહ્યું કે -
“સાધ્વાર્થી કૃપાનિયે ! भवच्छुभोपदेशेन, जाता नो दुःखविस्मृति ।। प्राग्जन्मोपार्जितैस्तैस्तैः क्रूरैः कर्मभिरर्पितः । दी? नौ नरकावास-स्तद् दुःखं कोऽपनेष्यति ।। इत्युक्तच्या करुणापूर्णः, सीतेन्द्रः प्रत्यवोचत ।
નેણામ સુરટ્યો ત્રિ-નાપ વો નરવાહિતા !' કૃપાનિધિ ! તમે આવ્યા અને અમને આ બધું જણાવ્યું, તે ઘણું જ સારું કર્યું. તમારા આ શુભ ઉપદેશને સાંભળવાથી અમારું આ દુઃખ હવે ભૂલાઈ ગયું છે. પરંતુ પૂર્વ જન્મમાં કરેલા તે ફુર કર્મોથી મળેલો આ લાંબા સમયનો અમારો સરકાવાસ અને તેનું દુઃખ કોણ દૂર કરશે ?” આ સાંભળી કરુણાભીના હૈયે સીતેન્દ્રએ કહ્યું કે – “આ
તરકથી છોડાવીને તમને ત્રણેયને હું દેવલોકમાં લઈ જઈશ.' સીતેન્દ્ર આટલું કરી શક્યા. પણ કર્મસત્તા સામે સીતેન્દ્રની પણ તાકાત કેટલી ? લક્ષ્મણ-રાવણ વગેરેનાં દુઃખ જોઈને સીતેન્દ્ર દ્રવી ગયા અને એ ત્રણેયને નરકથી છોડાવી દેવલોકમાં જવા માટે ઉપાડ્યા. પણ જેવા તેમને ઉપાડ્યા કે તરત જ તે ત્રણેયનું શરીર પારાની જેમ વેરાઈ ગયું. વેરાયાં બાદ તેમનાં અંગો પાછા ભેગાં થયાં એટલે સીતેન્દ્ર એને ફરી હાથમાં લીધું. ફરી વેરાઈ ગયું, વેદનાનો પાર નથી. ફરી લીધું – ફરી હાથમાંથી વેરાઈ ગયું. વેદના ઉત્તરોત્તર વધતી ગઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org