________________
766
૨૧૪
૩ - બંધન જાણો ! બંધન તોડો ! – પૂછો કે, પૂજા કરે છે? “જે કામ માટે ભગવાનનો, ગુરુનો, ધર્મનો ઉપયોગ કર્યો, તે ભગવાનની, ગુરુની કે ધર્મની કામ પતી ગયા પછી કોઈ જરૂર નહિ' - આ વિષાનુષ્ઠાનને ઓળખવાની પારાશીશી છે.
સભા: આવો નિયમ કરાય ? નિયમ ખોટો નથી. દીકરી જ્યાં જાય ત્યાં એનો ધર્મ ટકે એવી ભાવના હોય તો તે માટે આવો નિયમ કરનારા ખોટા નથી. એમની ભાવના પણ ખોટી નથી, પણ દીકરાઓને પરણાવવા, ઠેકાણે પાડવા માટે જ જેમને દેરાસર બંધાવવું છે, એ સિવાય ભગવાન કે મંદિર સાથે જેને લેવા-દેવા નથી, તેની ભાવના બરાબર નથી, એમ કહું છું.
હવે તમે મૂળ વાત ઉપર આવો.
ગઈ કાલે તમારામાંથી એકે પ્રશ્ન કર્યો હતો કે પાલીતાણાનું આ ભવ્ય ચોમાસું કરાવનાર ભાઈઓ પાસે રૂપિયા હતા તો જ તેઓ આવું ધર્માનુષ્ઠાન કરાવી શક્યા ને ? તેનો જવાબ મેં ગઈ કાલે પણ આપ્યો હતો. પરંતુ ઘણાને હજુ ભ્રમ છે કે, “રૂપિયા હતા એટલે ચોમાસું થયું, પણ મારે સ્પષ્ટપણે કહેવું છે કે રૂપિયા હતા માટે ચોમાસું થયું, એમ માનવું એ ભૂલ છે. રૂપિયા તો ઘણા પાસે છે. છતાં ધર્માનુષ્ઠાન કેટલાં કરે-કરાવે છે ? જે રૂપિયા ખર્ચી શકે, છોડી શકે તે જ ધર્માનુષ્ઠાન કરી શકે અને જે ધનની મૂચ્છ ઉતારી શકે કે છેવટે મૂચ્છ ઉતારવાનો સંકલ્પ કરી શકે તે જ તે ધર્માનુષ્ઠાનને ધર્મ બનાવી શકે.
સભા રૂપિયા હતા તો બચ્ય ને ?
ફરી એ જ વાત ! મર્મ સમજ્યા નથી તેનું આ પરિણામ છે. ઘણાના અંતરમાં આ વાતના સંસ્કારો એવા ગાઢ પડેલા છે કે જેને લઈને તેના જ પડઘા અલગ અલગ રીતે બહાર આવી રહ્યા છે. કોઈ કહે - “હું કાદવમાં પડ્યો તો ન્હાવા મળ્યું ને. આવું માનવું એ મૂર્ખતા છે. ન્હાવા માટે કાંઈ કાદવમાં પડાય નહિ. કાદવમાં પડ્યા અને ખરડાયા એણે ચોખ્ખા થવા જાવાનું છે. એમ ધર્માનુષ્ઠાન કરવા કમાવાનું નથી, પણ જેની પાસે પૈસો હોય તેણે જ, જેણે પોતાની જાતને પૈસાથી ખરડી હોય તેણે જ, જેના જીવનમાં પરિગ્રહનો બોજ વધ્યો હોય તેણે જ તેનાથી છૂટવા પૈસા ખર્ચીને આ બધાં ધર્માનુષ્ઠાન કરવાનાં છે.
આ જ મુદ્દો બીજી રીતે સમજાવું. આ સભામાં સૌથી મોટા કોણ ? અમે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org