________________
૨૧૫ – ૮ : ધર્મ અને ધર્માનુષ્ઠાનમાં મોટો ફરક છે – 31 – 767 ગણાઈએ ને ? તમે એથી જ અમને નમો, ઉપર પાટ ઉપર બેસાડો છો ને ? છતાં અહીં વ્યાખ્યાનમાં કોઈ ટીપ આવે તો અમને સાધુઓને કોઈ દિવસ પૂછ્યું કે - “બોલો, સાહેબ ! તમારો કેટલો આંકડો માંડું !” એવું તમે નથી પૂછતા. કારણ કે તમે પણ જાણો જ છો કે જેની પાસે દ્રવ્ય હોય તેણે જ લખાવવાનું છે, બાકીનાએ નહિ. પેટ સાફ કોણે કરવાનું ? જેને ભરાવો થયો હોય તેણે જ,
ભરાવો કોને થાય ? ખાધું હોય તેને જ !” જેણે ખાધું નથી, ભરાવો થયો નથી, તેને જુલાબની જરૂર પડે ?
જૈનશાસન જેને મળ્યું ન હોય, મિથ્યામતોમાં જે અટવાયા હોય, જેને મિથ્યાત્વનો કારમો ઉદય હોય, તેવા લોકો આવી વાતોમાં અટવાય, તેને આ વાતો ન સમજાય તો તે આશ્ચર્યકારક નથી, પણ જેને વીતરાગનું શાસન મળ્યું. હોય, સદગુરુ ભગવંતોનો ભેટો થયો હોય, બધી જ રીતે જેને સારામાં સારો સુયોગ મળ્યો હોય, તેને પરિગ્રહ, હિંસા અને મમતા - બંધન ન લાગે તો તે બહુ મોટી આશ્ચર્યકારક બાબત છે.
બાકી તો મિથ્યાષ્ટિઓમાં ય જેઓનું મિથ્યાત્વ કાંઈક માંદું પડ્યું હોય તેવાઓએ પણ પોતાના ધર્મગ્રંથોમાં ભારપૂર્વક લખ્યું છે કે –
'धर्मार्थं यस्य वित्तेहा, तस्यानिहा गरीयसी ।
प्रक्षालनाद्धि पङ्कस्य, दूरादस्पर्शनं वरम् ।।' ધર્મ કરવા માટે (ધર્મમાં ખર્ચવા માટે) ધન મેળવવાની ઈચ્છા કરવા કરતાં, એવું ન ઈચ્છવું એ જ શ્રેષ્ઠ છે.
કાદવને ધોવા કરતાં કાદવથી ન ખરડાવું એ જ શ્રેષ્ઠ છે.' આપણું તો કેવું શ્રેષ્ઠ સદ્ભાગ્ય કે આપણને એવા મહાપુરુષ મળ્યા કે, જેણે એની દરેક સભામાં “પૈસો ભૂંડો - છોડવા જેવો,” આ વાત અનેક રીતે સંભળાવી છે. ક્યારેય એમણે બે વાત નથી કરી. “ગયા ભવમાં વાપર્યું હતું, એટલે અહીં મળ્યું છે. અહીં વાપરશો તો આગળ મળશે. માટે ઘણું વાપરો અને તે માટે જેટલું મેળવવું પડે તેટલું મેળવો – આવી વાતો એમણે ક્યારેય નથી કરી. એમણે દાન-શીલ-તપ ને ભાવધર્મને ક્રમશઃ ધન-ભોગ-ભોજન અને સંસારની આસક્તિ છોડવા માટે જ કરવાનું સમજાવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org