________________
768
૨૧૬
- ૩ - બંધન જાણો ! બંધન તોડો ! – એઓશ્રી કહેતા કે – “દાનધર્મ ધનની મમતાથી છૂટવા માટે કરવાનો છે,
શીલધર્મ ભોગની ભૂખને ભાંગવા માટે કરવાનો છે, તપધર્મ ભોજનની આસક્તિ અને ઈન્દ્રિયોની ગુલામીને તોડવા માટે કરવાનો છે,
ભાવધર્મ ભવ અને ભવની આસક્તિથી છૂટવા માટે કરવાનો છે.”
આવી જ અનેક વાતો એમણે અનેકવાર કરી છે અને સંભળાવી છે. તમારામાંથી ઘણાએ ઘણી ઘણીવાર આ બધી વાતોને સવિસ્તર સાંભળી પણ છે. અમે પણ આ જ વાતોને આજ સુધી અનેકવાર તમને સંભળાવી છે, અને તમે સાંભળી પણ છે, છતાં પણ પ્રભુએ કહેલી આ વાતો ન સમજાય, તો તમારે એ સમજવું પડે કે અમારું મિથ્યાત્વ પ્રગાઢ છે, ભારે છે, ચીકણું છે અને એમ સમજ્યા પછી બેસી રહે કે હતાશ થયે નહિ ચાલે પણ એ મિથ્યાત્વને તોડવા સઘન પુરુષાર્થ કરવો પડશે. “પરિગ્રહ બંધન છે, પરિગ્રહધારી દુઃખથી છૂટી નહિ શકે. હિંસા બંધન છે, હિંસા કરનાર વૈરની પરંપરાથી છૂટી નહિ શકે.
ધન-સ્વજનની મમતા બંધન છે, આયુષ્ય ક્ષણભંગુર છે. આ નહિ સમજનારા મમતાનાં બંધનથી છૂટી નહિ શકે.'
ભગવાનની કહેલી આ બધી જ વાતો, એ નિતાંત સત્ય છે. આમ છતાં મિથ્યામતવાળાઓએ આ સત્ય વાતો જાણી નથી, સાંભળી નથી, કાને ધરી નથી, માની નથી, તેને કારણે તેમની કેવી કેવી અવદશાઓ થઈ છે. તેઓ કેવી કેવી મિથ્યા-માન્યતાઓમાં સપડાયા છે. જેને કારણે એમણે કેવા કેવા મિથ્યાપ્રલાપો કર્યા છે અને જગતને ઉન્માર્ગે ચડાવીને એમણે જગતની કેવી કેવી વિડંબણાઓ કરી છે – એ બધી વાતો શ્રી સૂયગડાંગ સૂત્ર આગમના માધ્યમે શ્રી સુધર્મા-સ્વામીજીએ શ્રી જંબુસ્વામીજીને જે કરી છે, તે વાતો મારે તમને કરવી છે. તે આવતીકાલથી ક્રમશઃ જોઈશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org