________________
32
૯ - માથા દેખી મુનિવરી થળ :
અર્થનો અનર્થકારિતા : - વિ. સં. ૨૦૫૮, ભાદરવા સુદ-૧૨, બુધવાર, તા. ૧૮-૯-૦૨, સાચોરી ભવન, પાલીતાણા
• પુનરાવર્તન કરી લઈએ : • હૈયાને સ્પર્શે તે કામનું :
•. તો પ્રભુનો માર્ગ ભૂલાય : • અજ્ઞાન જગતની અજ્ઞાન માન્યતા :
વિષયઃ વહી ગયેલી વાતનું પુનરાવર્તન. શ્રી સૂયગડાંગ સૂત્રના માધ્યમથી પરમાત્મા અને ગણધર ભગવંતે આત્માને જગાડવાનો, તેને ઓળખવાનો, બંધનોને જાણવાનો અને તે બંધનોને તોડવાનો ઉપદેશ આપ્યો, જે આ પ્રવચનોના માધ્યમથી આપણે ક્રમશઃ જોયું. પરિગ્રહ, હિંસા અને મમતારૂપ બંધનત્રયીની વાતો પણ ઠીક ઠીક વિસ્તારથી જાણી. ત્યારબાદ એ બંધનના બંધનરૂપે આવતાં મિથ્યાત્વ અંગેની પ્રસ્તુતિ કરવાની હોઈ તપૂર્વે પુનરાવર્તનરૂપ આ પ્રવચન થયેલું છે. અન્ય કાર્યક્રમવશ અલ્પ સમય ચાલેલ આ પ્રવચનમાં પરિગ્રહ અને મમતાના બંધનથી બંધાયેલ શ્રમણોના હાથે કેવી ભૂલોની પરંપરા સર્જાય છે તે તરફ સૌમ્ય આંગળી ચિઘણું કરવામાં આવેલ છે.
પ્રવચનનું પ્રતિબિંબ * ભગવાને કહેલી આ વાતો, મહાપુરુષોએ સંભળાવેલી આ વાતો અને પૂર્વ
પુરુષોએ જીવનમાં ઝીલેલી આ વાતો, જો આપણા હૃદયને નહિ સ્પર્શે તો આપણું કલ્યાણ નહિ થાય. * પ્રભુના વચનથી વિરુદ્ધ જતી માન્યતા એ જ મિથ્યાત્વ. * અજ્ઞાનીના માર્ગે જે ચાલશે તે દુઃખી થશે અને દુર્ગતિમાં જશે. જ્ઞાનીના માર્ગે ચાલશે, તે સુખી થશે અને સદ્ગતિમાં જશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org