________________
૨૧૩
૮ : ધર્મ અને ધર્માનુષ્ઠાનમાં મોટો ફરક છે
–
31
www.ne
ગુજરાતનો એક પ્રસંગ :
એવો જ એક ગુજરાતનો પ્રસંગ કહું.
મધ્ય ગુજરાતનું એક નાનું ગામ હતું. લોકોની ઝાઝી વસ્તી ન હતી. આમ છતાં ગામમાં શિખરબંધી દેરાસર કરવું એવો એમણે નિર્ણય કર્યો. પણ ગામની એવી કોઈ આર્થિક સ્થિતિ ન હતી, એટલે બીજા ગામમાં ટીપ કરવા ગયા. એમણે એક મોટા આચાર્ય મહારાજને કહ્યું, ‘સાહેબ ! તમે કાંઈક પ્રેરણા કરો તો આ શેઠીયાઓ સ૨ખો આંકડો મંડાવે ને અમારું શિખરબંધી દેરાસર થઈ જાય.’
Jain Education International
765
એ જમાનામાં દેવદ્રવ્યમાંથી નવું દેરાસર થતું ન હતું. દેવદ્રવ્ય મોટે ભાગે જિર્ણોદ્ધારમાં વપરાતું.
મહારાજ સાહેબે પૂછ્યું, ‘ગામમાં ઘર કેટલાં છે ?’ કહ્યું કે, ‘૧૫-૨૦ ઘર છે.’
એટલે આચાર્ય મહારાજે કહ્યું કે, ‘તમારી શક્તિ ન હોય તો શિખરબંધી દેરાસર બાંધવાની જરૂર નથી. તમે તમારી શક્તિ મુજબ નાનું સરખું સામણબદ્ધ દેરાસર બનાવો. તમારી અત્યારે વિશેષ શક્તિ નથી તો આટલું મોટું દેરાસર બનાવ્યા પછી એને જાળવશે પણ કોણ ?'
આમ છતાં તે ગામના શ્રાવકોએ પોતાનો આગ્રહ ન છોડ્યો અને આચાર્ય મહારાજ ઉપર દબાણ કરવાનું ચાલુ રાખ્યું કે ‘આપનો ઘણો બધો પ્રભાવ છે. આપ આપના ભક્તોને કહીને પણ અમને અમારા ગામમાં શિખરબંધી દેરાસર કરાવી આપો ! અમારે તો શિખરબંધી જ બનાવવું છે.’
For Private & Personal Use Only
મહારાજ સાહેબે કહ્યું કે, ‘તમારે તો દેરાસરથી કામ છે ને ! શિખરબંધીનો આટલો આગ્રહ કેમ ?'
જ્યારે એમણે જોયું કે હવે પેટ છૂટી વાત કર્યા વગર કામ નહિ થાય ત્યારે એમણે કહ્યું કે ‘મહારાજ સાહેબ ! અમારે ત્યાં ઘોળનો એવો નિયમ છે કે, જે ગામમાં શિખરબંધી દેરાસર હોય તે જ ગામમાં દીકરી આપવી. અમારા છોકરાઓ મોટા થયા છે, દીકરીઓ મળતી નથી. શિખરબંધી દેરાસર બની જાય તો છોકરાઓનું ઠેકાણું પડી જાય.' આ કયું અનુષ્ઠાન ? વિષાનુષ્ઠાન. દીકરા પરણાવવા શિખરબંધી દેરાસર બનાવવું છે અને ભગવાનને પધરાવવા છે. બાકી ભગવાન કે દેરાસર સાથે કાંઈ લેવા-દેવા નથી. દીકરા પરણ્યા પછી
www.jainelibrary.org