________________
722
૧૭૦
– ૩ – બંધન જાણો ! બંધન તોડો ! - નિર્વાહ માટે કેટલું જોઈએ ?
ભગવાનનો એ જ તો મોટો ઉપકાર છે કે પરિગ્રહ, હિંસા અને મમતા વગર જીવી શકાય તેવું શ્રમણ જીવન બતાવ્યું. આવું શ્રમણ જીવન જે સ્વીકારે તેને પરિગ્રહ, હિંસા કે મમતા કરવાની જરૂર જ ન પડે. આમ છતાં જેનામાં એટલું સત્ત્વ ન હોય તે પણ સંતોષ કેળવે, ભગવાનની આજ્ઞા મુજબનું શ્રાવક જીવન જીવે તો એ પણ બહુ ઓછા પરિગ્રહમાં મસ્તીથી જીવી શકે.
પુણિયો શ્રાવક એનો જીવતો-જાગતો નમૂનો છે. સભા : સાહેબ ! આપની આ બધી જ વાત બરાબર છે. પણ સંસારમાં તો પૈસા વગર
બધું જ નકામું છે. છેલ્લે દીકરા પણ તો જ સેવા કરે અને તો જ નવકાર
સંભળાવવા પણ આવે, જો પાસે પૈસો હોય...! તમે એવું નહિ માનતા કે પૈસા હોય તો જ છેલ્લે નવકાર મળે કે પૈસા હોય તો છેલ્લે નવકાર મળે જ. મોટા શ્રીમંતોને તો છેલ્લે નવકાર મળવો પણ મુશ્કેલ થઈ ગયો છે. મા-બાપ બિમાર પડે કે હોસ્પિટલમાં દાખલ કરીને એમને ડૉક્ટર, નર્સોના હવાલે કરી દે અને એ બધા બાપની મૂડીને ઠેકાણે પાડવામાં, સગેવગે કરવામાં જ લાગી જાય. બાપ બેભાન હોય તો ઈજેક્શનો અપાવીને ય બોલતો કરવાની કોશિશ કરે; એ નવકાર સાંભળે એ માટે નહિં પણ કાગળો ઉપર એની સહી લેવાય એ માટે. શ્રીમંતોના દીકરાઓમાં મા-બાપની પડખે બેસીને નવકાર સંભળાવતા હોય અને મા-બાપને છેલ્લી આરાધના સુંદર રીતે કરાવતા હોય એવા દીકરાઓ કેટલા? હજુ એ પુણ્ય ગરીબોનું છે. મધ્યમવર્ગના લોકોનું છે. શ્રીમંતોનું તો એ પુણ્ય પણ પરવાર્ય છે. આજના શ્રીમંતોની હાલત :
મોટા શ્રીમંતોની હાલત કેવી હોય છે ? એનો એક નમૂનો બતાવું. એક અબજોપતિ ભાઈ વંદન કરવા આવ્યા તે વખતે એક બીજા ભાઈ મારી બાજુમાં બેઠા હતા – એમને જોઈને પેલા અબજોપતિ શ્રીમંતે કહ્યું કે, “મહારાજ સાહેબ! આ ભાઈ બહુ પુણ્યશાળી છે. દુનિયા ભલે અમને અબજોપતિ કહે, પણ પુણ્યશાળી તો આ ભાઈ છે. હું એકવાર એમના ઘરે જમવા ગયો હતો. ત્યારે મેં જે કાંઈ જોયું, અનુભવ્યું તે જોઈને મને એમની ઈર્ષા આવી.” સહેજે મને પૂછવાનું મન થયું કે “એવું તમે શું જોયું,” તો એમણે કહ્યું કે, “મહારાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org