________________
૧૭૧ – ૭ : પૈસાવાળો સુખી છે – એ વાત ભૂલી જાઓ ! - 30 – 723 સાહેબ ! એમને એમની પત્ની, દીકરાની વહુ કે દીકરીના હાથનું ખાવા મળે. જ્યારે અમારા નસીબમાં તો રોજ રસોઈયાના હાથનું જ ખાવાનું. પરિવારના હાથે બનાવેલી રસોઈ ખાધી હોય એવો જીવનમાં એક દિવસ નથી. મને આટલાં વર્ષ થયાં, કોઈ દિવસ પત્ની-પુત્રી કે પુત્રવધૂના હાથની રસોઈ ખાધી નથી. ટાઈમ થાય ને ટાપ-દીપ કરીને, ટપો-ટપ એ બધાં ફરવા ઉપડી જાય.' આ ઉદ્ગારો કોઈ સાધુના નથી, પણ એક પ્રતિષ્ઠિત શ્રીમંતના છે.
ઘણાં લોકો તો સાધુઓને નાસમજ માને છે. “બિચારા મહારાજ, નાની ઉંમરમાં નીકળી ગયા. સંસાર જોયો નહિ, જાણ્યો નહિ, માણ્યો નહિ, એમને સંસારની શું ખબર હોય ? એમણે તો પુસ્તકમાં લખેલું વાંચવાનું. ચાર દિવાલમાં રહેવાનું, પૈસાનું સુખ શું છે ? એની એમને શું ખબર પડે ?' અમારા માટે તો કદાચ તમે આવું માનો પણ ખરા. પરંતુ “પરિગ્રહ બંધન છે.” “પરિગ્રહી દુ:ખથી ક્યારેય નહિ છૂટી શકે' - આ વચનો તમે જેને નાસમજ અને બિનઅનુભવી માનો છો એવા કોઈ સાધુનાં નથી. આ વચનો તો પરમાત્મા મહાવીરનાં છે કે જેઓ રાજકુળમાં જન્મ્યા હતા, સમૃદ્ધિમાં ઉછર્યા હતા, મર્યલોકમાં ય દેવી કામ-ભોગમાં જીવ્યા હતા, આમ છતાં એ બધાનો કાંચળીની જેમ ત્યાગ કરી કઠોર સાધના કરી વીતરાગતા-સર્વજ્ઞતા પ્રાપ્ત કરી હતી, એવા ત્રિકાળજ્ઞાની પરમાત્માનાં આ વચનો છે. તેમના માટે તમારે શું કહેવું છે?, શું માનવું છે?
જો પૈસામાં સુખ હોત તો ભગવાને શા માટે છોડ્યું? નવ્વાણું કરોડ નગદ સોનૈયાના માલિક જંબૂકુમારે નવ્વાણું કરોડ સોનૈયા શા માટે છોડ્યા ? ધન્નાજી
જ્યાં પગ મૂકતા ત્યાં નિધાન પ્રગટતાં, એમણે એ બધું શા માટે ત્યાગું? જેમને આઠ આઠ પત્નીઓ સ્નાન કરાવતી. એ એમને એમ છોડી નહિ હોય. મગધના માલિક મહારાજા શ્રેણિકની દીકરી પણ એના ઘરે હતી. મહારાજા શતાનીકની પુત્રી પણ એના ઘરે હતી. શાલિભદ્રની બહેન પણ એના ઘરે હતી. એ આઠેય પત્નીઓ એમને સ્નાન કરાવતી હતી તે દરમ્યાન એકવાર ધન્નાજીના ખભા ઉપર ઊનાં ઊનાં આંસુનાં બુંદ પડ્યાં.
આંસુનો સ્પર્શ થતાં જ ધન્નાજીએ આશ્ચર્યપૂર્વક પાછળ જોયું તો શાલિભદ્રની બહેન સુભદ્રા રડી રહી હતી. પોતાના ઘરમાં કોઈને પણ આંસુ એ ધન્નાજી માટે આશ્ચર્ય હતું. એટલે જ તરત એમણે પૂછ્યું કે “એકાએક આમ આંસુ કેમ ? શું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org