________________
724
૧૭૨
- ૩ - બંધન જાણો ! બંધન તોડો ! – દુઃખ પડ્યું ?' જવાબમાં શાલિભદ્રજીની બહેને કહ્યું કે - “સ્વામીનાથ ! આ ઘરમાં આવીને દુઃખ તો ક્યારેય જોયું જ નથી.”
તમારા ઘરમાં સંવાદ કેવો હોય ? “આ ઘરમાં આવીને... સુખ તો ક્યારેય જોયું જ નથી ? શા ભોગ લાગ્યા કે તમારે પનારે પડી” - હવે તમને સમજાય છે ને કે – “એમનાં સુખ કેવાં હતાં ? સંપત્તિ કેવી હતી ? ભોગ કેવા હતા ? છતાં એ બધું છોડીને એ ચાલી નીકળ્યા ? જેની તમે ઋદ્ધિ માંગો છો તે શાલિભદ્રની સુખ-સામગ્રી અને સુખ કેવું હતું ? આમ છતાં એ બધું જ એમણે એક જ ઝાટકે છોડી દીધું ? તમે જેની બુદ્ધિ માંગો છો, તે અભયકુમાર પણ પોતાના રાજઋદ્ધિ-સિદ્ધિ-સત્તા-અધિકાર વગેરે બધું જ છોડીને નીકળ્યા કે નહિ ? આ બધા આટલું બધું હતું તો પણ એને છોડી છોડીને શા માટે નીકળી ગયા ? આ બધાની બુદ્ધિ, પ્રજ્ઞા-સંપન્નતા માટે તમે શું માનો છો ? સભા તો પછી એ બધા એ બધું ભોગવ્યા પછી શું કામ નીકળ્યા ? પહેલા કેમ ન
નીકળી ગયા ? જ્યાં સુધી એમને સમજવાના સંયોગ ન મળ્યા અને ન સમજ્યા ત્યાં સુધી ભોગવ્યા. અગર તો સત્ત્વ ન પ્રગટ્યું કે સંયોગોએ સાથ ન આપ્યો ત્યાં સુધી ભોગવ્યા. સમજ્યા પછી છોડવાની પેરવીમાં હતા, ક્યારેય વધારે ફસાવાનો પ્રયત્ન કર્યો નથી.
સભાઃ અમને પણ સમજણ આવશે એટલે છોડશું.
તમને સમજવાના સંયોગ ન મળ્યા હોત તો વાત જુદી હતી. સમજવાના સંયોગ મળ્યા પછી પણ તમારે ન સમજવું હોય તો કોઈ શું કરશે ? અમને એમ કે તમને સમજાવીએ ને સંસારમાં ડૂબતા બચાવી લઈએ, પણ તમારે ન જ બચવું હોય તો તમે જાણો. સિગ્નલનું કામ છે લાલબત્તી બતાવવાનું. બતાવ્યા પછી પણ જે એને ન ગણકારે અને ગાડી દોડાવવા જાય એનું બાવડું એ ન પકડે. પણ સિગ્નલને અવગણે અને દોડે એની દશા શું થાય ? પકડાય તો ક્યાં જાય ?
આ વાતો તમે હળવાશથી નહિ લેતા. પારદર્શી પરમર્ષિનું વચન આ છે કે “ધન રક્ષણ કરવા સમર્થ નથી.” તમે માનતા હો કે પૈસાના જોરે બચી જઈશું, પણ જ્યાં સુધી પુણ્યનો સહારો છે, ત્યાં સુધી તમને રક્ષણ મળશે, પણ જે દિવસે પુણ્ય પરવારશે, તે દિવસે છતે પૈસે, છતે પરિવારે તમારે રિબાઈ-રિબાઈને મરવાનો વારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org