________________
૧૭૩
――――――――――――
૭ : પૈસાવાળો સુખી છે
=
એ વાત ભૂલી જાઓ ! - 30
આવશે, ત્યારે આ પૈસો કે પરિવાર કામ નહિ લાગે. એ તમને રક્ષણ નહિ આપે.’
મોટા ભાગે પૈસાવાળાને જ વધારે રિબાવવાનો વારો આવે છે. પૈસાવાળાને જ વધારે રોગો થાય છે. ચિકિત્સા ગ્રંથોમાં પણ અમુક રોગો શ્રીમંતોના રોગો તરીકે નોંધાયેલા છે. એ શ્રીમંતો માટે સ્પેશીયલ રાખી મૂકેલા છે. એ રોગો મોટે ભાગે શ્રીમંતોને જ થશે, ગરીબોને નહિ થાય.
725
ધનથી ધર્મ થતો નથી ધન છોડવાથી જ ધર્મ થાય :
સભા : એ બધું તો બરાબર પણ ધર્મનાં કામ કરવા માટે પણ ધનની તો જરૂર પડે જ છે ને ?
અહીં જ તમારી ભૂલ થાય છે.
ધર્મનાં કાર્યો ધનથી નથી થતા, પણ ધનની મમતા છૂટે ત્યારે થાય છે. ધર્મકાર્ય કરવા માટે ધન ભેગું નથી કરવાનું, પણ જે લોભવશ ભેગું કર્યું કે પુણ્યના યોગે જે ભેગું થઈ ગયું છે, તેનાથી છૂટવા માટે ધર્મકાર્યો કરવાનાં છે. જેની પાસે ધન નથી, તેણે ધનવ્યય દ્વારા થતા કોઈ એવા પ્રકારના ધર્મકાર્ય નથી ક૨વાનાં. એને માટે તો શીલ, તપ, ત્યાગ, વિરતિ વગેરે કાર્યો કરવાનાં ભગવાને કહ્યા છે. શ્રાદ્ધવિધિ, ધર્મસંગ્રહ વગેરે ધર્મગ્રંથોમાં જેમની પાસે ધન-સંપત્તિ નથી એવા શ્રાવકો માટે દેરાસરમાં જઈ પુષ્પોની માળા ગૂંથવી, આંગી બનાવવી, જાતે કાજો લેવો, સારસંભાળ રાખવી વગેરે પૂજા પ્રકારો બતાવ્યા છે, જેમાં ધનની જરૂર પડતી નથી.
Jain Education International
એક વાત બરાબર સમજી લો કે જે પણ અનુષ્ઠાનો ક૨વાનાં છે, તે માત્ર અનુષ્ઠાન કરવા માટે નથી કરવાનાં. એ અનુષ્કાનો કોઈને કોઈ બંધનથી છૂટવા માટે જ કરવાનાં છે ! ધનથી છૂટવા દાન, ભોગથી છૂટવા શીલ, આહારાદિથી છૂટવા તપ. આમ કોઈને કોઈ વસ્તુથી છૂટવાનું છે. જેની પાસે એ બંધન હોય જ નહીં તેને તેનાથી છૂટવા માટે જરૂરી તે તે પ્રકારનાં અનુષ્ઠાનો કરવાનાં જ નથી.
હવે ફરી તમે મૂળ વાત ઉપર આવો ! આ ગાથામાં એમ કહ્યું છે કે - ધનસ્વજન તમારું રક્ષણ નહિ કરી શકે.
આ ભગવાનની વાણી છે. સુધર્માસ્વામીજી મહારાજા કહી રહ્યા છે. પૈસો તમારું રક્ષણ કરી શકશે નહિ. એમ કહ્યા પછી આ ધન, સ્વજન પરિવાર તે
For Private & Personal Use Only
www.jainelibrary.org