________________
726
૧૭૪
– ૩ - બંધન જાણો ! બંધન તોડો ! – તમારું રક્ષણ નહિ કરી શકે. આ વાત જે દિવસે તમને સમજાશે તે દિવસે તમે આને છોડી શકશો. આ બંધન તોડી શકશો.
બીજે નંબરે ભગવાન કહે છે, સોરિયાર તારૂ સહોદર તમારું રક્ષણ નહિ કરી શકે. “સરિયા' એટલે ભાઈ-બહેન આદિ સહોદર. એ પણ તમારું રક્ષણ નહિ કરી શકે.
જો સગા ભાઈ-બહેન તમારું રક્ષણ ન કરી શકે તો બાકીનાં ક્યાં સ્વજનો તમારું રક્ષણ કરી શકવાનાં છે ? જરા ગંભીર બનો, ઊંડા ઉતરો ને ભગવાનનાં વચનો વિચારો.
ભગવાન કહે છે, આ પૈસો કે સ્વજન-પરિવાર તમને નહિ બચાવી શકે. એટલા માટે જ “વૈરાગ્યશતક'માં કહ્યું છે કે, 'जीवो वाहि-विलुत्तो, सफरो इव निजले तडफ्फडइ ।
સયર્સ્ટ વિ નો પિજી, વો સો વેપIT-વિશે સારવા’ રોગગ્રસ્ત જીવ નિર્જન સ્થાનમાં માછલું તરફડે તેમ તરફડે
છે. એને બધા જ લોકો જુએ છે, પરંતુ વેદનાને દૂર કરવા કોણ સમર્થ છે?”
જીવ જ્યારે રોગગ્રસ્ત બને છે અને જ્યારે એની પીડા વધે છે, ત્યારે પાણીમાંથી કાઢીને ગરમ રેતી ઉપર મૂકેલ માછલાની જેમ એ તરફડે છે. ત્યારે સ્વજનાદિ બધા લોકો એને જોયા કરે છે. છતાં પણ કાંઈ કરી શકતા નથી. આંખમાંથી ગમે તેટલી આંસુની ધારા વહેતી હોય, સ્વજનો એ વેદના સમજે પણ એને દૂર કરવા સમર્થ થતા નથી.
સગી રે નારી એની કામિની, ઊભી ટગમગ જુએ,
એનું પણ કાંઈ ચાલે નહિં, બેસી ધ્રુસકે રૂએ.” સંભળાતા હોય તો આ શબ્દો ઘણું કહી જાય છે.
એકવાર હોસ્પિટલો જોઈ આવો ! એક એક દરદી કેવા કેવા રિબાય છે ? સ્વજનો રોજ આવે છે ને જાય છે. એમાંથી કેટલાક ભગવાનને પ્રાર્થના કરે છે, તો કેટલાંક ડૉક્ટરને પ્રાર્થના કરે છે, “ગમે તેમ કરીને બચાવો.' તો કેટલાક એને પોતાને કહે છે કે, “તમે જલ્દી સાજા થઈ જાવ. હવે તમારું દુઃખ જોવાતું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org