________________
૭ : પૈસાવાળો સુખી છે
-
એ વાત ભૂલી જાઓ ! -- 30
૧૭૫
નથી.’ તો કોઈ ભગવાનને પ્રાર્થના કરે છે કે ‘કાં તો જલ્દી સારા કરો કાં તો એમને હવે છૂટા કરો. હવે અમારાથી એમનું આ દુ:ખ જોવાતું નથી.' જ્યારે ભગવાન કહે છે કે, ‘જો તમે કર્મનાં બંધનમાંથી નહિ છૂટો તો તમને આ બધા દુઃખોથી કોઈ નહિ બચાવી શકે.'
લક્ષ્મણ જેવાનો બચાવ ન થયો તો તમારો શી રીતે થશે :
મારે તમને લક્ષ્મણજી યાદ કરાવવા છે. બળદેવ રામચંદ્રજીના નાના ભાઈ, ગુણના ભંડાર, ભાભી મહાસતી સીતાજીની પુત્રવત્ સેવા કરનારા. એમની દરેક આપત્તિમાં પડખે ઉભા રહેનાર એવા પણ એ લક્ષ્મણજી નિયાણું કરીને આવ્યા હોઈ મહાઆરંભ ને મહાપરિગ્રહને જીવનભર છોડી ન શક્યા. જેને કા૨ણે મરીને નરકે ગયા; જ્યારે મહાસતી સીતાદેવી સર્વ-વિરતિ આરાધીને તેના પ્રભાવે બારમા અચ્યુત દેવલોકના ઈન્દ્ર બન્યાં.
727
જ્યારે રામચંદ્રજીને કેવળજ્ઞાન થયું, ત્યારે સીતેન્દ્રએ રામચંદ્રજીને એ પ્રશ્ન પૂછ્યો કે, ‘ભગવંત ! અત્યારે લક્ષ્મણજી ક્યાં છે ?’ - સીતેન્દ્રને એમનાં પ્રત્યે અત્યંત વાત્સલ્ય હતું. કેવલી ભગવંતશ્રી રામચંદ્રજીએ કહ્યું, ‘અત્યારે એ ચોથી નરકમાં છે.’ એ સાંભળીને સીતેન્દ્રને થયું કે ‘આ હું શું સાંભળું છું ? લક્ષ્મણજી અને નરકમાં ?'
જીવનની પ્રત્યેક પળોમાં લક્ષ્મણજીએ એમની કરેલી સેવા, એમનું શીલસદાચાર અને એમનો ઉત્તમ ગુણ-વૈભવ એમની આંખ સામે હતો.
એક પુત્ર માતાની જે બહુમાનથી સેવાભક્તિ કરે એના કરતાં કેઈ ગુણા બહુમાનથી એમણે મહાસતી સીતાદેવીની સેવા-ભક્તિ કરી હતી. આવા એક હિતસ્વી ઉત્તમ પુરુષનું નરકમાં હોવું અને એ સાંભળવું પણ સીતેન્દ્ર માટે અસહ્ય હતું. એટલે જ એમને થયું કે જેણે મારા એક એક સુખ-દુઃખની ચિંતા કરી તે લક્ષ્મણજી નરકમાં અને હું બારમા દેવલોકમાં ? મન સ્વીકારતું નથી. થાય છે કે, હમણાં જાઉં ને લક્ષ્મણજીને નરકમાંથી ઉગારીને લઈ આવું.
Jain Education International
સીતેન્દ્ર એ કાંઈ વ્યંતર નિકાયના સામાન્ય દેવ નથી. તેઓ કોઈ પહેલાબીજા દેવલોકના પણ સામાન્ય દેવ નથી. પણ બારમા દેવલોકના દેવ છે અને ત્યાંના પણ સામાન્ય દેવ નથી. બારમા દેવલોકના ઈન્દ્ર-દેવેન્દ્ર-અચ્યુતેન્દ્ર છે. તેમની શક્તિ કેટલી ? નરકાવાસમાં નારકીઓને પીડા આપવાનું કામ કરતા
For Private & Personal Use Only
www.jainelibrary.org