________________
૧૯૯ – ૭ : પૈસાવાળો સુખી છે – એ વાત ભૂલી જાઓ ! - 30 - 721 ત્યારે નાના છોડવા કે ઘાસને કાંઈ ન થાય.
પુણ્યોદયવાળા ગરીબો ચપટી ધૂળથી સારા થઈ ગયા અને પાપોદયવાળા શ્રીમંતો રિબાઈ રિબાઈને મર્યા. કેટલાય ગામડાના ગરીબોના સંતાનો પડે, ઢીંચણ છોલાય ને રસ્તાની ધૂળ લગાડીને સારા થઈ જાય છે. જ્યારે શ્રીમંતોના દીકરાઓ કેટલીએ એન્ટીબાયોટીક ખાઈને નવા કેટલાય રોગના ભોગ બને છે.
શ્રીમંતને જોઈને ડૉક્ટરો પણ વિચારે છે કે તગડો પેશન્ટ હાથમાં આવ્યો છે. વેતરાય એટલો વેતરી લો અને એ પછી ડૉક્ટર, કેમિસ્ટ, પેથોલોજીસ્ટ, રેડિયોલોજીસ્ટ એવા તો કેટલાના અંકોડાઓ સક્રિય બનીને એને ફોલી ખાવા તૈયાર હોય છે.
જુના જમાનામાં જેમ ગાંધી-વૈદ્યનું સહિયારું હતું, તેમ આ જમાનામાં ડૉક્ટર-કેમિસ્ટ વગેરે બધાનું સહિયારું હોય છે. નાના માણસોની ટ્રીટમેન્ટ ગામડામાં જ સાદી દવાથી કે હવાથી મટી જાય, જ્યારે શ્રીમંતને તો મોટા મોટા શહેરોની અને છેવટે અમેરિકા સુધીની મુસાફરી થાય. એનું ખીસુ અને પેટ બેય પૂરતા પ્રમાણમાં ચીરાય, પૂરો રિબાય અને એ પછી છેવટે ડૉક્ટર કહી દે કે હવે બધું ભગવાનના હાથમાં.
નાનો માણસ કુટુંબની સેવા પામે અને શ્રીમંત ડૉક્ટર, નર્સના હાથે મરે. આ બધી પરિસ્થિતિ શું તમે નથી જાણતા ?
જે વિચારક હોય તે ઊંડે સુધી જઈને મૂળશુદ્ધિ કરે છે અને વિચારક ન હોય તે ઉપરછલ્લાં પરિણામો જોઈને નાના-મોટા નિર્ણયો કરે છે. હવે તમે જ વિચારો કે રોગ, શોક, વિયોગ, આપત્તિ કે ઉપાધિ આવી ક્યાંથી ? બોલો કર્મને કારણે ! કર્મ શેમાંથી ઉભાં થયાં? આ હિંસા, પરિગ્રહ અને મમત્ત્વને જ કારણે કે બીજા કોઈ કારણે ? સભા અણસમજમાં કર્મ બાંધી દીધું હોય તો ય આવું બને ?
અણસમજમાં ઝેર ખાઈ લીધું તો મારે કે ન મારે ? તેમ અહીંયા અણસમજમાં પણ બાંધ્યું તો તેનો વિપાક તો ભોગવવો જ પડે. સભા: જીવન જીવવા તો જોઈએ ને !
જીવન જીવવા જોઈએ કેટલું ? આજે તમે જે કાંઈ ભેગું કર્યું છે કે કરો છો તે જીવન જીવવા કે મોજ-મજા કરવા ? જે સંતોષથી જીવવા માગે એને જીવન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org