________________
720
૧૬૮
– ૩ - બંધન જાણો ! બંધન તોડો ! –તમે ભેગું કરેલું ધન એ રૂપિયાના સ્વરૂપમાં હોય કે સોનૈયાના સ્વરૂપમાં હોય, જમીન રૂપે હોય કે મકાનના રૂપમાં હોય, મોતીના રૂપમાં હોય કે હીરામાણેક-પન્નાના રૂપમાં હોય, ભગવાન કહે છે - આ બધો પરિગ્રહ તમને દુઃખથી ક્યારેય નહિ બચાવી શકે. સભા: જેટલાની પાસે પરિગ્રહ હોય તે બધાનો મરો જ થવાનો ?
હા, એમાં પૂછવાનું શું ? જેટલા આંધળા હોય તે જો દેખતાની આંગળી ન પકડે કે દેખતાનું કહ્યું ન માને તો તે બધા ટીચાય જ, એમાં પૂછવાનું શું ? આંધળાની વાત તો જવા દો પણ જે દેખતા હોય તે પણ જો આંધળાનું અનુકરણ કરે તે પણ ટીચાય. જે દેખતા હોય અને જો તે જોઈને ચાલે તો તે બચે. બાકી ન બચે. તે જ રીતે જે પરિગ્રહી હોય અને પરિગ્રહથી છૂટવાની જેની ભાવના પણ ન હોય તે બધાનો તો મરો થવાનો જ. કારણ કે આ ધનપરિગ્રહનો સ્વભાવ જ એવો છે કે એ આર્ત-રૌદ્રને પેદા કરે છે અને એના પરિણામે દુઃખ અને દુર્ગતિઓની પરંપરા સર્જાય જ. સભા : આપની આ બધી વાત સાચી પણ પરિગ્રહ વગર આ સંસાર શી રીતે ચાલે ?
અહીં આપણે સંસાર શી રીતે છૂટે એની ચિંતા કરીએ છીએ ત્યારે આ ભાઈને સંસાર શી રીતે ચાલે એની ચિંતા થાય છે. આપણે સંસાર ચલાવવો જ નથી. જેણે દુઃખી થવું હોય તે સંસાર ચલાવવાની મહેનત કરે અને જેણે સુખી થવું હોય તે સંસારથી છૂટવાનો પ્રયત્ન કરે.
સભા પૈસો હોય તો શરીરનો ઈલાજ કરી શકીએ. તમે માનો છો કે રૂપિયો હતો એટલે એટેક આવ્યો ત્યારે કામ લાગ્યો. હું તો કહું છું કે, રૂપિયો હતો એટલે જ એટેક આવ્યો. તેના જ ટેન્શનમાં, તેના જ ઉશ્કેરાટમાં, તેના જ તનાવમાં, તેની જ હતાશાઓ અને વ્યથાઓમાંથી આ એટેક આવ્યો - એ કેમ ન વિચાર્યું ? સભાઃ એવા દાખલા જોયા છે કે રૂપિયો હતો એટલે બચી ગયા ?
અહીં જ તમારી મોટી ભૂલ થાય છે. રૂપિયા હતા માટે નહિ પણ પુછ્યું હતું માટે બચી ગયા.
પાપોદયને પરવશ પડેલા શ્રીમંતો કેટલા રિબાઈ રિબાઈને મર્યા છે, એની તમને ખબર નથી લાગતી. મહાપૂર આવે ત્યારે મોટા મોટા વૃક્ષો તણાઈ જાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org