________________
૧૭૭ – ૭ : પૈસાવાળો સુખી છે – એ વાત ભૂલી જાઓ! - 30 – 719
જ્યાં મમતા પેદા થાય છે, ત્યાં પરિગ્રહની ભૂખ ઉભી થાય છે. જ્યાં પરિગ્રહની ભૂખ ઉભી થાય છે, ત્યાં હિંસા ઉભી થાય છે, જ્યાં હિંસા ઉભી થાય છે, ત્યાં શત્રુઓ ઊભા થાય છે. જ્યાં શત્રુઓ ઉભા થાય છે ત્યાં વેર ઉભું થાય છે,
જ્યાં વૈર ઉભું થાય છે, ત્યાં દુઃખની પરંપરા ઉભી થાય છે. બધા દુઃખોનું મૂળ મમતામાં પડ્યું છે, માટે જ મમતાથી બચો !
જેના પ્રત્યે રાગ જાગ્યો, તેના પ્રત્યે મમતા ઉભી થાય. જ્ઞાની ભગવંતોએ કહ્યું, જેટલા રાગના ગુલામ તે બધા અંતે વૈરનાં ગુલામ.
પહેલા વસ્તુ ગમે છે, મારાપણું લાગે છે, પછી મેળવવાનું મન થાય છે. તે પણ કેમ થાય છે ? સુખનો ભ્રમ છે, એ સુખનું સાધન લાગે છે. એ હશે તો સુખ-શાંતિ મળશે, અવસરે કામ લાગશે. એ હશે તો દુઃખથી બચાવશે. એમાંથી કહેવત આવી – સંઘર્યો સાપ પણ અવસરે કામ લાગે. જે કોઈ આવા ઉદ્ગારો નીકળે છે, તે મમતાનું પરિણામ છે. આ અને આવું બધું મમતાની પરવશતા બોલાવે છે. એટલે જ ભગવાન આપણને સમજ આપે છે કે, તમે માનતા હો કે આ ભેગો કરેલો પરિગ્રહ અવસરે કામ લાગશે, તો એ તમારો ભ્રમ છે. એ ક્યારે ય કામ નહિ લાગે. પાંચમી ગાથામાં ભગવાને કહેલી આ જ વાત જણાવી છે. વિā - દરેક પ્રકારનું ધન, સોરિયા - ભાઈ-બહેન, સલ્વમેવ - આ બધું જ ન તાપા - રક્ષણ કરી શકતું નથી અને
નીવિષે - જીવન ક્ષણભંગુર છે. વેવ એમ જ સંવાર - જાણીને મુOT તિરદૃ - કર્મને તોડી શકાય છે.
આ ગાથાનો આ ધ્વનિ સતત તમારા કાનમાં ગુંજતો રહેવો જોઈએ. દરેક પ્રકારનું ધન કે ભાઈ-બહેન કશું જ તમારું રક્ષણ નહિ કરી શકે. “સલ્વમેવ તારૂ' આ પદોને મંત્રની જેમ જપવા અને આત્મસ્થ કરવા જરૂરી છે. રૂપિયો છે તો દુઃખ છે :
હવે એક એક વાતને સ્પષ્ટતાથી વિચારીએ. પહેલી વાત એ છે કે વિત્ત ન તારૂ તમારું આ ધન, તમારું રક્ષણ નહીં કરી શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org