________________
૨૪૧ – ૧૦ : બંધનનું ય બંધન છે મિથ્યાત્વ - 33 1 – 793 એ દિનરાત નિર્મર્યાદ કામભોગોમાં આસક્ત રહે છે. અર્થ-કામાદિને અનર્થકારી જાણીને જે મોક્ષભિલાષી ધર્મપ્રિયજનો ત્યાગ, વૈરાગ્ય માર્ગમાં પ્રવર્તતા હોય તેમને ઉદ્દેશીને પાછું બોલે કે, “આ લોકો બિચારા ભરમાઈ ગયા. ઢોંગી સાધુઓને રવાડે ચડી ગયા. અને આ સાધુઓને તો બીજો કોઈ ધંધો જ નથી, બધાને નરકનરક કહી ડરાવ્યા જ કરે છે. હાથનું છોડાવીને કોણીનું પકડવાનું બતાવે છે. કાંઈક સમજો ! પ્રત્યક્ષને માનો ! ન દેખાય તેને માનવાની ભૂલ ન કરો ! આત્મા છે જ ક્યાં ? બંધન છે જ ક્યાં ? મોક્ષબોક્ષ જેવું કાંઈ નથી. ખાઓપીઓ ને લહેર કરો. જે મળ્યું છે, તેને માણો અને નથી મળ્યું તો મેળવીને જિંદગી ખુશખુશાલ કરી લો. નહીંતર તમારો જન્મારો એળે જશે” એવું એવું એ નાસ્તિક ચાર્વાક શ્રમણો અને બ્રાહ્મણો બોલે. આજનું પશ્ચિમી ઢંગનું શિક્ષણ લેનારો મોટો ભાગ આવી જ માન્યતા ધરાવે છે - એમ હું કહું તો ખોટો નહિં પડું.
સભા : ગયા ભવમાં ઘણાં પુણ્ય કર્યા હતાં, તેથી જ મળ્યું છે ને ? બિલકુલ બરાબર. સભા : પુણ્યથી જ મળ્યું છે તો ભોગવીએ નહિ ? કાંઈ વાંધો નથી. ભોગવી લો ! બધું ભોગવી લો ! પછી એનું પરિણામ શું? એ વિચાર્યું ? નરક અને નિગોદનાં દુઃખો જ કે બીજું કાંઈ ?
અમારું ચાલે તો અમે એક પણ જીવને દુર્ગતિમાં જવા દઈએ. વિતરાગ શાસનનો સાધુ માનું હૈયું ધરાવે. એ ક્યારેય ન ઇચ્છે કે એનું સંતાન દુર્ગતિમાં જાય. તમે દુઃખી થાવ એ અમને ન ગમે. એવાનો હાથ ન પકડાય :
સાપ ફેણ કાઢીને ડોલતો, ડોલતો આવતો હોય, ચળકતી એની રૂપેરી કાયા હોય, જોતાં જ ગમી જાય તેવો એનો દેદાર હોય, એને જોઈ બાળક તેને વળગવા જાય તો એ દેખી એની મા દૂરથી રાડ પાડે, દોડતી આવી હાથ ખેંચીને એને પાછો વાળે ?
સભા અમારો ય હાથ ખેંચી વાળો ને ! અમે હાથ ખેંચવા ગયા ને બચકાં ભરાઈ ગયાં. હવે ખેંચવાની હામ રહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org