________________
૩ - બંધન જાણો ! બંધન તોડો !
પરિગ્રહ અને મમતાના અનાદિના સંસ્કારો ગોઠવાયેલા છે, તેની સામે આંતરિક લડત આપ્યા વગર એના ત્યાગ અંગેની ૫રમાત્માએ કહેલી વાતો ગળે નહિ ઉતરે. એકવાર મિથ્યાત્વ જાય અગર તો માંદું પડે ત્યારબાદ આ વાતો ગળે ઉતરતાં વાર નહિ લાગે. અને સમ્યગ્દર્શન આવ્યા પછી પરિગ્રહ છોડવો એકદમ સહેલો, હિંસા છોડવી એકદમ સહેલી, મમતા છોડવી એકદમ સહેલી. પછી પરિગ્રહ દુઃખનું કારણ, હિંસા વૈરનું કારણ છે અને મમતા સંસારનું કારણ છે, એ વાતો સમજાવવી એકદમ સહેલી છે. પણ જ્યાં સુધી મિથ્યાત્વ ગાઢ હશે ત્યાં સુધી આ વાતો ગળે નહિ ઉતરે.
૨૪૦
આ મિથ્યાત્વને પોસવાનું કામ તમે જાતે જ કર્યું છે. આજના તમારા પરસ્પરના વાર્તાલાપો-ભણતરો, સમાજ ને સામાજિક વ્યવસ્થાઓએ પણ મિથ્યાત્વને પોસવાનું જ કામ કર્યું છે. આજનાં નવાં નિકળેલાં જેટલાં દર્શનો - જેટલા મિથ્યામતો જેટલા મિથ્યામતિઓ, તેમણે પણ આ જ મિથ્યાત્વને પોસવાનું કામ કર્યું છે.
નાસ્તિકની એક જ વાત-‘ભોગવી લો !'
ભગવાને જે વાત કરી કે - ‘પરિગ્રહ એ બંધન છે અને દુઃખનું કારણ છે. હિંસા એ બંધન છે અને વૈરનું કારણ છે. મમતા એ બંધન છે અને તે સંસારનું કારણ છે.’ આ વાતને મિથ્યામતિ એવા શ્રમણો અને મિથ્યામતિ એવા બ્રાહ્મણો માનવા જ તૈયાર નથી. વિધવિધ મિથ્યામતોમાં રહેલા તે શ્રમણો પહેલા નંબરે આત્માને જ માનવા તૈયાર નથી, બીજા નંબરે બંધનને બંધન તરીકે સ્વીકારવા તૈયાર નથી. ત્રીજા નંબરે તેમાંથી દુઃખની પરંપરા સર્જાય છે, તે માનવા તૈયાર નથી. ત્યારબાદ ‘એ બંધનોને તોડવા જોઈએ’ અને ‘તે બંધનોને તોડવાના જે માર્ગો’ છે, તે માર્ગોને પણ માનવા તેઓ તૈયાર નથી. જેને વાસ્તવિકતાની સમજ નથી, એવા એ લોકો જે મતના છે, જે માન્યતાને માને છે અને જે વિચારો એમના મનમાં ગોઠવાયા છે, તેને કારણે બીજુ કાંઈ વિચારવા જ તૈયાર નથી. એ શ્રમણો બૌદ્ધધર્મી છે અને એ બ્રાહ્મણો બૃહસ્પતિના અનુયાયી ચાર્વાકો છે. ચાર્વાક એટલે નાસ્તિક. તેઓ એક જ માને છે કે - જે મળે છે તે મેળવી લો, મળ્યું છે તે ભોગવી લો, ભોગવ્યું છે તે માણી લો, લહેર કરી લો. કાલ કોણે જોઈ છે ‘આ ભવ મીઠા તો પરભવ કોણે દીઠા ?’ એવા સિદ્ધાંતને માનનારા
Jain Education International
792
For Private & Personal Use Only
www.jainelibrary.org