________________
૨૪૨
- ૩ - બંધન જાણો ! બંધન તોડો ! – 794 નથી. હાથ પણ કોનો ખેંચાય ! કહું ?
સાસુ-વહુના ઝઘડા અનાદિના છે. જરાક વાંકું પડે ને વહુ છણકો કરે, “બા ગડબડ ન કરો, બહુ ગડબડ કરશો તો હું કૂવો પૂરીશ.” “કૂવો પૂરીશ' એટલે સમજ્યારે ? સાસુ સમજાવે કે “બેટા, આવું ન કરાય.” પણ એ જેમ જેમ સમજાવે તેમ તેમ વહુ વધારે ઉછળે. રોજ આવું કાંઈક ને કાંઈક તો ચાલ્યા જ કરે. એક વહુને થયું, એકવાર તો સાસુને બતાવી જ દઉં. રોષમાં ને રોષમાં એણે-સાસુને કહ્યું – “હું તો આ ચાલી કૂવે પડવા.” “વહુ બેટા, આમ ન કરાય, રહેવા દો.” સાસુબા જેમ-જેમ બોલે તેમ વહુ મોટી રાડ પાડે. છેવટે સાસુએ એનું બાવડું પકડીને સમજાવ્યું. સાસુને એમ હતું કે, આમાં અમારી આબરુ જશે, દીકરાની ય આબરુ જશે અને તેનું અહિત થશે. જેવો સાસુએ હાથ પકડ્યો તેવી જ વહુએ કૂવા તરફ દોટ મૂકી. સાસુબા સમજાવવા પાછળ ને પાછળ ગયાં. ગામ બહાર આવ્યાં. કૂવો નજીક આવ્યો. ગામ બહાર કોઈ દેખાતું ન હતું કે જેથી કોઈને બોલાવીને વહુને અટકાવી શકાય. ડોશી જોર કરીને જરાક આગળ ગયા ને પડતી એને રોકવા વહુનું બાવડું મજબૂત પકડ્યું. સરવાળે ડોશી એ ડોશી અને વહુ તો જુવાનજોધ હતી. સાથે આવેશ ભળેલો હતો. ડોશીને ઘસડીને છેક કૂવા સુધી લઈ ગઈ. છેવટે સાસુને લાગ્યું કે, હવે જો હું પકડવા રહીશ તો હું પણ ભેગી પૂરી થઈ જઈશ. છેલ્લે કહ્યું, “વહુ બેટા ! તમારે અંદર પડવું જ છે, અંદર કૂદકો મારવો જ છે, તો ભલે મારો, પણ પહેલાં કવો કેટલો ઊંડો છે એ જોજો!” એટલી એ ડાહી હતી કે, ભવિતવ્યતાવશ એને થયું કે - “જિંદગીમાં ભલે સાસુનું એક વેણ ન માન્યું, પણ છેલ્લું વેણ તો માની લઉ” એટલે કૂવાની અંદર જોયું ને પાછી વળી. સાસુએ પૂછ્યું “વહુ બેટા, કેબ ! શું થયું ?' બા, કૂવો બહુ ઊંડો છે.”
અમે પણ છેલ્લે શું કહીએ તમને ? કમસે કમ આ કૂવો કેટલો ઊંડો છે તે જોઈને પછી પડતું મૂકજો ! ઓલીએ તો છેલ્લી શીખામણ માની તો બચી ગઈ, તમને બચાવવા અમે રોજ શીખામણ આપીએ છીએ, તમે માનવા તૈયાર છો ? હજી તમે પાણી ઉપર છો, બચવાની શક્યતા છે. જ્ઞાનીનું માર્ગદર્શન ઝીલો તો આબાદ બચી શકો તેમ છો. જ્ઞાની કહે છે કે અંદર ડૂબકી ન મારો ! તમારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org