________________
૨૪૩
–
૧૦ : બંધનનું ય બંધન છે મિથ્યાત્વ - 33
795
સાંભળવું છે ? કે પછી ડૂબકી મારવી જ છે ?
જ્ઞાની કરૂણાબુદ્ધિથી કહે છતાં આપણે ન માનીએ તો પછી આપણું કલ્યાણ કોણ કરશે ?
જગતમાં કેવા મિથ્યામતો ચાલે છે ? કેટલા પ્રકારના મિથ્યામતો છે ? એ સમજી શકાય એ માટે જ્ઞાની ભગવંતો દશ પ્રકારનાં મિથ્યાત્વ સમજાવે છે, તેમાંના કોઈપણ પ્રકારના મિથ્યાત્વને જીવ વશ પડ્યો તો તેને ભગવાનની વાત ગળે નહિ ઉતરે.
સૌ પ્રથમ હું તમને દશ દશ પ્રકારનાં મિથ્યાત્વનાં નામ કહીશ. અને એ પછી જ્યારે હું તમને નામો ગણાવીશ ત્યારે તમને થશે કે, આવા ય મતો હોઈ શકે ? પણ જ્યારે એક એક મતનું વર્ણન કરીશ, ત્યારે તમને થશે કે આવા પણ મતો હોઈ શકે એટલું જ નહીં, છે જ. આવા મતોના પણ અનુયાઈઓ હોય છે. જગતમાં બુદ્ધિમાન ગણાતા, હોંશિયાર ગણાતા એવા લોકો પણ મતસ્થાપક મૂર્ખાઓની વાતોમાં ખેંચાઈ જાય છે. તેમને માનનારો પણ બહોળો વર્ગ હોય છે.
ખરેખર, વિચારીએ તો મત ચલાવવા માટે કેવળ પુણ્ય જોઈએ. કોઈ કહે કે - ફલાણાની વાતમાં ધડ નહિ, મસ્તક નહિ અને આવી ધડ-મસ્તક વગરની વાતો. છતાં એનો મત ચાલે કઈ રીતે ? આવો પ્રશ્ન એ મતવાળાને કોઈ પૂછી બેસે તો એ કહે કે “એ જ તો અમારી વિશેષતા છે.” આ સૂયગડાંગ સૂત્રમાં મિથ્યામતોના બધા જ મિથ્યા પ્રલાપોની વાતો કરવામાં આવી છે. એટલું જ નહિ પણ સર્વજ્ઞ-સર્વદર્શી પરમાત્મા દ્વારા થયેલું એ મિથ્યામતોનું ખંડન પણ રજુ કરાયું છે. દશ પ્રકારનાં મિથ્યાત્વ:
આપણે જોવા છે દશ પ્રકારનાં મિથ્યાત્વ. ૧ - જીવને અજીવ માને. પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ-વનસ્પતિ આ જીવ છે, છતાં તેને અજીવ માનનારા ઘણા છે.
૨ - અજીવને જીવ માને. જેનામાં કોઈ પણ રીતે જીવત્વ ઘટતું જ ન હોય તેને જીવ માને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org