________________
૮ - ઘર્મ અને ધર્માનુષ્ઠાનમાં મોટો ges છે 31 - વિ.સં. ૨૦૫૮, ભાદરવા સુદ-૧૧, મંગળવાર, તા. ૧૭-૯-૦૨, સાચોરી ભવન, પાલીતાણા
• બંધન તોડે તે કર્મોથી છૂટે : • બંધન તોડે તે જ મહાવીર : • ધર્મ અને ધર્માનુષ્ઠાનનો ફરક :
• રાજસ્થાનનો એક પ્રસંગ : • ગુજરાતનો એક પ્રસંગ :
વિષયઃ ધર્માનુષ્ઠાનમાં ઝેર કઈ રીતે ભળે ? ધર્મ શુદ્ધ આત્મામાં રહે છે. કર્મનાં બંધનો છૂટે તો આત્મા શુદ્ધ થાય. એ બંધનો તોડવા માટે જ ધર્માનુષ્ઠાનની યોજના છે. પરિગ્રહ, હિંસા અને મમતારૂપ બાહ્ય-અત્યંતર બંધનો ધર્માનુષ્ઠાનથી તૂટે છે આ સર્વસામાન્ય નિયમ છે. છતાં કેટલાક આત્માઓ મોહ, રાગ, દ્વેષ આદિ ભાવોને આધીન થઈ કર્મના બંધનોને તોડનાર ધર્માનુષ્ઠાન કરીને જ બંધનોને ઉભા કરતાં દેખાય છે. એવા આત્માઓના માનસિક અભિપ્રાયને આધારે ધર્માનુષ્ઠાનના પણ પાંચ પ્રકાર પડતા હોય છે. શાસ્ત્રકાર પરમર્ષિ પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજા તેમજ પૂ. મહો. શ્રી યશોવિજયજી મહારાજાના ટંકશાળી વચનોના આધારે આ પ્રવચનમાં ત્રણ અનુષ્ઠાનો છોડવા જેવાં અને છેલ્લા બે અનુષ્ઠાનો જ સેવવા જેવાં દર્શાવવામાં આવ્યા છે.
પ્રવચનાનું પ્રતિબિંબ * બંધન તોડવાની સાધના એ મહાવીરોની સાધના છે, નમાલા, નિઃસત્ત્વ લોકોનું
એ કામ નથી. લાચાર માણસો એમાં ક્યારેય સફળ બની શકતા નથી. * પરિગ્રહ બંધન છે, મારે એનાથી છૂટવું છે, આ ભાવ ન હોય તો એ માત્ર
ધર્માનુષ્ઠાન છે, પણ ધર્મ નથી. » જે ધનની મૂચ્છ ઉતારી શકે કે છેવટે મૂચ્છ ઉતારવાનો સંકલ્પ કરી શકે તે જ
તે ધર્માનુષ્ઠાનને ધર્મ બનાવી શકે. * ધર્માનુષ્ઠાન કરવા કમાવાનું નથી, પણ જેની પાસે પૈસો હોય તેણે જ, જેણે પોતાની જાતને પૈસાથી ખરડી હોય તેણે જ, જેના જીવનમાં પરિગ્રહનો બોજ વધ્યો હોય તેણે જ તેનાથી છૂટવા પૈસા ખર્ચીને આ બધાં ધર્માનુષ્ઠાન કરવાનાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org