________________
૧૦: સંઘનનું થ બંઘન છે મિથ્યાત્વ
અનંત ઉપકારી, ચરમતીર્થપતિ, શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા પંચમ ગણધર ભગવંત શ્રીસુધર્માસ્વામીજી મહારાજા સૂયગડાંગજી સૂત્ર નામના મહાન અંગઆગમમાં આત્મસ્વરૂપનો બોધ કરાવીને આત્માને વળગેલા બંધનોને ઓળખવાનો અને એ ઓળખાયા પછી તેને તોડવાનો ઉપદેશ આપી રહ્યા છે.
આ ઉપદેશ સાંભળીને જંબુસ્વામીજીએ પૂછયું કે, “ભગવાન શ્રી મહાવીરે બંધન કોને કહ્યું છે ? તેને તોડવાનો માર્ગ કયો છે ? તેના જવાબમાં “પરિગ્રહ એ બંધન છે, જેમાંથી દુઃખની પરંપરા સર્જાય છે; હિંસા એ બંધન છે, જેમાંથી વૈરની પરંપરા સર્જાય છે; મમતા એ બંધન છે, જેનાથી પૂરો આ સંસાર ચાલે છે” : આ ત્રણેય વાત જણાવીને તેમાંથી છૂટવાનો ઉપદેશ આપ્યો છે. હવે આવે છે ચોથું બંધન :
આ વાત કર્યા પછી આ ત્રણેય બંધનને મજબૂત રાખનારું એક ચોથું બંધન છે, જેનું નામ છે મિથ્યાત્વ, તેની અહીં વિસ્તૃત વાત કરવામાં આવી છે. આ મિથ્યાત્વ નામનું બંધન જીવોને કઈ રીતે વળગે છે ? તે બંધનને પેદા કરનારા મિથ્યામતો કેવા છે ? તેમની અજ્ઞાનતા કેવી છે ? તેમના અજ્ઞાનતાભર્યા સિદ્ધાંતો કેવા છે ? અને તે સિદ્ધાંતોને જણાવનારાં તેમનાં શાસ્ત્રો કેવાં છે, તેની વાત રજૂ કરવામાં આવી છે.
અત્યાર સુધીની જે વાતો કરવામાં આવી તેને તમે બરાબર સમજ્યા હો, તમારી પ્રજ્ઞાને તેનાથી પરિકર્મિત કરી હોય તો જ તમને હવેની વાતો સહેલાઈથી સમજાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org