________________
૨૩૩ - ૧૦ : બંધનનું ય બંધન છે મિથ્યાત્વ - 33 - 785 છે, હિંસા મારનાર છે. મમતા મારનાર છે, એમ એનાં વાસ્તવિક સ્વરૂપનું ભાન થાય તો એનો ત્યાગ કરતાં વાર ન લાગે. સભા ત્યાં નુકસાન પ્રત્યક્ષ દેખાય છે.
અહીં પણ સમકિતીને નુકસાન પ્રત્યક્ષ દેખાય. સમ્યગ્દર્શનરૂપી નેત્ર જ્યાં સુધી ખુલ્યો નથી ત્યાં સુધી જ પરિગ્રહાદિ બંધનોનાં નુકસાન પ્રત્યક્ષ દેખાતાં નથી.
જ્યારે સમ્યગ્દર્શન થાય ત્યારે આ બધું જ હાથમાં મૂકેલા અંગારાની ઉષ્ણતાની જેમ જ પ્રત્યક્ષ અનુભવાય.
સભા મિથ્યાત્વ અને અજ્ઞાનમાં ફરક શું ?
ઘણો ફરક છે. અજ્ઞાનતામાં માત્ર સાચી જાણકારીનો અભાવ છે અને મિથ્યાત્વમાં સાચી માન્યતાનો અભાવ છે. અજ્ઞાની સાચું જાણે નહિ. મિથ્યાત્વી સાચું જાણે તો પણ માને નહિ. અજ્ઞાની પોતે જાણે નહિ છતાં જ્ઞાનીની નિશ્રાઆજ્ઞામાં હોય તો માને ખરું. જ્યારે મિથ્યાત્વી સાચું જાણે નહિ તો ય માને નહિ અને કદાચ સાચું જાણે તોય માને નહિ. સભા : ભગવાન ઉપર પણ અવિશ્વાસ ?
હા જી, ભગવાન ઉપર પણ અવિશ્વાસ. એ જ મિથ્યાત્વીની મોટામાં મોટી વિશેષતા છે. તમે તો મિથ્યાત્વી નથી ને ? તો બોલો ને છે વિશ્વાસ ભગવાન ઉપર ? ભગવાન કહે છે, પરિગ્રહ બંધન છે, દુઃખનું સાધન છે – “વં યુવી જ મુશ' પરિગ્રહને વળગનારો દુઃખથી મૂકાતો નથી. માનવા તૈયાર છો ?
ભગવાન કહે છે, હિંસા બંધન છે – “વેરં વડુ ગપ્પો ' એનાથી વૈરની પરંપરા સર્જાય છે. માનવા તૈયાર છો ?
ભગવાન કહે છે કે મમતા બંધન છે, મારનારી છે – ‘ત્રમદિં મુચ્છિા ' મમતાથી જીવ બીજા બીજા જીવોમાં આસક્ત થાય છે. એનાથી ભવભ્રમણ વધે છે. માનવા તૈયાર છો ?
મિથ્યાત્વ બંધન છે, એ ચિરકાળ સુધી સંસારમાં રખડાવનાર છે. માનવા તૈયાર છો ?
સભા છોડવાની પ્રવૃત્તિ ન હોય પણ વૃત્તિ હોય તો ? વૃત્તિ કોને કહેવાય ? અણગમતો માણસ પણ આવીને બાજુમાં બેસી જાય તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org