________________
૩ બંધન જાણો ! બંધન તોડો !
ય મોઢું બગડે. કદાચ કોઈ બેસી ગયો હોય તો તેને ઉભો કરવાની પેરવીમાં હોય. બોલો, પરિગ્રહ આવે તો મોટું બગડે છે. કદાચ આવી ગયો તો કાઢવાની જ મહેનત કરો છો ? ભાવના સાચી હોય તો પરિણામમાં ડોકાયા વિના પ્રાયઃ ન રહે. પરાધીન જીવન ન જોઈએ :
૨૩૪
સંસારીને પૂછો ! ઘર કેવાં ચોખ્ખાં રાખે ? જે ઘરમાં કચરો જ ન નીકળતો હોય તેની ઘરવાળી કેવી કહેવાય ? એમાંય ઉનાળાના દિવસ હોય ને વાયરો વાતો હોય, કચરો ઘરમાં આવ્યા જ કરતો હોય તો એકવાર વાળે, બે વાર વાળે, ત્રણ વાર વાળે, કેટલી વાર વાળે ? જેટલીવાર કચરો આવે એટલી વાર ઘર વાળે જ ? તેમ જેટલી વાર ઘરમાં પૈસો ભરાય તેટલી વાર કાઢવાની જ મહેનત ? કદાચ એ ધંધો ન કરે, બજારમાં ન જાય, મહેનત પણ ન કરે, છતાં પુણ્યના ઉદયથી કોઈને કોઈ રીતે પૈસો આવી જાય તો પણ કાઢવાની જ મહેનત ? જીવન જીવવા માટે કોઈપણ પરાધીનતા ન જોઈએ. પૈસાની જરૂ૨ પડે એ પણ એક જાતની પરાધીનતા જ છે ને ? હિંસા, અસત્ય, ચોરી જેવાં પાપોનો આશ્રય લેવો પડે એ પણ એક જાતની પરાધીનતા જ છે ને ? અને સ્નેહી-સ્વજનોની મમતાના તાંતણે જીવવાનો વિચારભાવ એ પણ એક જાતની પરાધીનતા જ છે ? જીવવા માટે કોઈપણ જાતની પરાધીનતા ન જોઈએ. આત્માના, આત્મ-ગુણોના, જ્ઞાનાદિ ગુણોના સહારે જીવન જીવવું છે - આ સમ્યગ્દર્શનનો પરિણામ છે. આ બધી વાતો માત્ર બુદ્ધિથી નથી સાંભળવાની, પણ શ્રદ્ધાથી સમજવાની છે.
786
‘યુદ્ધસ્ય વાર્તા રમ્યા’ ‘યુદ્ધની વાત ૨મણીય હોય' – પરંતુ યુદ્ધ ક્યારેય ૨મ્ય હોતું નથી. એમ દુનિયા માને છે તેમ મિથ્યાદૃષ્ટિ આત્મા પણ એમ માને છે કે ‘શાસ્ત્રની વાતો પણ યુદ્ધની વાતોની જેમ રમ્ય હોય છે, પરંતુ એનો પ્રેક્ટીકલ એપ્લીકેશન-અમલ ક્યારેય રમ્ય ન હોય.' યુદ્ધની વાતો સાંભળવી બહુ ગમે, પણ જ્યારે યુદ્ધમાં જાવ ત્યારે ખબર પડે, તેમ શાસ્ત્રની વાતો સાંભળવી બહુ ગમે, પણ પ્રેક્ટિકલ લાઈફમાં જીવો ત્યારે ખબર પડે. એ જીવવી કાંઈ શક્ય નથી,’ એમ એ માને જ્યારે સમકિતી તો માને કે - બધુ જ શક્ય છે. અશક્ય હોય તો પ્રભુ કહેત જ નહિ અને પ્રભુની આજ્ઞાને શિરસાવંદ્ય કરનારા મહાપુરુષો જીવત પણ નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org