________________
૧૦ : બંધનનું ય બંધન છે મિથ્યાત્વ - 33
૨૩૫ -
– 787 સભા દર્શનમોહનીયનો ક્ષયોપશમ થાય તો આ થાય ને?
બરાબર, પણ એ ક્ષયોપશમ થાય ક્યારે ? જ્ઞાનીઓએ એનો માર્ગ બરાબર બતાવ્યો છે. પહેલાં “પરિગ્રહ એ પાપ છે – એમ માનવાની શરૂઆત કરો. આરંભ ને મમતા એ પાપ છે, એમ માનવાની શરૂઆત કરો. ન બેસે તો પણ હજાર વાર મનને કહો કે, “આ પાપ જ છે.” ભલે તમને ન બેસે તો ય આ જ વારંવાર વાગોળો. છતાં એમાં શંકા પડે ત્યારે વિચારે કે –
'तमेव सनं निसंकं जं जिणेहिं पवेइयं' “તે જ સાચું અને શંકા વગરનું છે; જે જિતેશ્વર
ભગવંતોએ કહ્યું છે મારી આ કમનસીબી છે કે, પરિગ્રહ પાપ છે, પણ હજુ મને “એ પાપ છે' - એમ લાગતું નથી. હિંસા એ પાપ છે, પણ હજુ મને “એ પાપ છે” – એમ લાગતું નથી. મમતા એ પાપ છે, પણ હજુ મને “એ પાપ છે' - એમ લાગતું નથી.
સભા મમતાને પાપ માનીએ તો સંસારમાં જીવવાની મજા શું આવે?
પહેલા લખી રાખો કે સંસારમાત્ર રહેવા જેવો જ નથી. કર્મયોગે એમાં રહેવું પડે તોય એ સંસારમાં મજા કરવાની જ નથી. “સંસારમાં મજા આવે છે માટે સંસાર મજાનો છે એમ માનીને સંસારમાં રહેનારા બધા મરવાના. એની સામે કર્મયોગે સંસારમાં જેને રહેવું પડે તેથી એ સંસારને સજા માનીને જ એમાં રહેનારાં એ સંસારથી નક્કી કરવાનાં.
આ વાતો કરવી મને ગમે છે. કારણ કે, આ વાતો ભગવાનની છે. આમાં મારા હિતની વાતો થાય છે, મારી જાતનું ઘડતર થાય છે. જીવવાનો ત્યાં સુધી આ જ વાતો કરવાની ભાવના છે. તમે ઝીલો તો પણ અમારું કલ્યાણ અને તમે કદાચ ન ઝીલો તો પણ અમારું કલ્યાણ નિશ્ચિત છે. મરવાના અને તરવાના : એમ બેય રસ્તા જ્ઞાનીએ બતાવી દીધા છે. એ પૈકી કયા રસ્તે જવું તે તમારા હાથમાં છે. તક મળી છે, તો સમજવાનો પ્રયત્ન કરો. આત્માને સમજાવવાનો પ્રયત્ન કરો. આત્માનું ઘડતર કરવાનો પ્રયત્ન કરો. અમે ને તમે જો આ પ્રયત્ન નહિ કરીએ તો મરી જઈશું. તમને પળે પળે એમ થવું જોઈએ કે “ડગલે ને પગલે મમતાના ભાર નીચે દબાયેલાં છીએ. પરિગ્રહના પણ ગંજાવર ખડકાયા છે ને હિંસાનો તો કોઈ પાર નથી. ઢગલાબંધ હિંસા કરીએ છીએ. જો જાગશું નહિ તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org