________________
૨૩૬
--
- ૩ - બંધન જાણો ! બંધન તોડો !
-
788
આ બધાના ભાર નીચે મરી જ જવાના છીએ.” સભા આ બધી વાતોનો સ્વીકાર કરવામાં મન આડે આવે છે, મન સ્વીકારતું નથી.
મન ન સ્વીકારતું હોય તો મનને ઘડવાની મહેનત કરો. તેના ગુલામ બન્યા તો તે તમને ઉપાડીને દુર્ગતિમાં નાંખી આવશે.
મન અને ઈન્દ્રિયો અસાવધ આત્માને દુર્ગતિમાં લઈ જાય છે. માટે જ કહ્યું છે કે –
'इंदियचवलतुरंगो, दुग्गइमग्गाणुधाविरे निछं ।
भाविअभवसरूवो, रुंभइ जिणवयणरस्सीहिं ।।२।।' ‘ઈન્દ્રિયરૂપી ચપળ ઘોડાઓ સતત દુર્ગતિના માર્ગ પર દોડે
છે. એને સંસારના સ્વરૂપથી ભાવિત થયેલ આત્મા જિતવચનરૂપી લગામથી રોકે છે.” ઈન્દ્રિયરૂપી ચપળ ઘોડાઓ દુર્ગતિના માર્ગે દોડી રહ્યા છે, તેને જિનાગમરૂપી દોરડાંથી દમો, નહિ તો મર્યા સમજો.
આ મન પણ એ જ જાતનું છે. વાંદરાની જાત છે. સ્થિરતાનું ક્યાંય નામ નહિ, મૂળમાં વાંદરાની જાત અને એ પછી એને પાયો દારૂ ને ઉપરથી વીંછીએ ડંખ માર્યો. તો કેટલો કૂદાકૂદ કરે ? તેમ મન માકડું છે. તેને પાયો મિથ્યાત્વનો દારૂ અને અવિરતિના ચટકા લાગ્યા, પછી કેવું કૂદાકૂદ કરે ?
કલિકાલસર્વજ્ઞ પ્રભુ વીતરાગસ્તવમાં આપણી અવદશાનું બરાબર ધ્યાન આપી રહ્યા છે -
'क्षणं सक्तः क्षणं मुक्तः, क्षणं क्रुद्धः क्षणं क्षमी ।
મોહાથે રીડર્યવાë, રિત પાપમ્ !' ‘ઘડીમાં આસક્ત, ઘડીમાં વૈરાગી, ઘડીમાં ક્રોધથી ધમધમતો તો ઘડીમાં ક્ષમાનો સાગર : આ રીતે મોહાદિ
દ્વારા ક્રીડાથી હું વાંદરા જેવી ચપળતાવાળો કરાયો.” જ્ઞાની કહે છે કે આ લાલ-પીળામાં ભાન ભૂલ્યા, તેની દુર્ગતિ નિશ્ચિત છે. માટે જ ત્રણે વાત ફરી ફરીને કહું છું. પરિગ્રહથી તમને સુખ મળશે. આ તમારો ભ્રમ છે, ભગવાન કહે છે – પરિગ્રહથી દુઃખ મળશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org