________________
૨૩૭
-
૧૦ : બંધનનું ય બંધન છે મિથ્યાત્વ - 33
789
ડૂબનારનો અનુભવ નકામો:
સભા અનુભવ જુદો પડે છે.
અજ્ઞાનીઓના અને મોહાધીનોના અનુભવ જુદા જ પડે. એવા લોકોના અનુભવની આ શાસનમાં ફૂટી કોડીની કિંમત નથી. જેટલાં મિથ્યાદૃષ્ટિ તે બધા વિપરીત મતિવાળા છે, એમ કહીએ તો એમાં વાંધો નથી. એમાં તમે હો તો તમેય આવો ને હું હોઉં તો હું ય આવું. દારૂડીયાનો અનુભવ દુનિયાના ડાહ્યાઓ કરતાં હંમેશા જુદો જ હોય છે. એ દારૂ પીને ગટરમાં પડ્યો હોય ને મહેલાતમાં મહાલતો હોય એવું માને. વ્યવહારમાં પણ તમારા અનુભવની કેટલી કિંમત ગણાય છે, તે તમે સહુ સારી રીતે જાણો છો અને જાણવા છતાંય મારી આગળ અમારો અનુભવ - અમારો અનુભવ' એમ કહ્યા કરો છો !
દરિયાનો અનુભવ કોને ? ડૂબનારને કે તરનારને ? અંદર ગયો હોય ને ડૂબતો હોય તેને અનુભવ કયો થાય ? ડૂબવાનો જ ? ડૂબનારનો અનુભવ નકામો. તરનારનો અનુભવ કામનો.
તારક તીર્થંકર પરમાત્માઓ, સિદ્ધ પરમાત્માઓ, આચાર્ય-ઉપાધ્યાય અને સાધુ ભગવંતો : અને એમની આજ્ઞા મુજબ જીવનારા : આ બધા તરનારા, બાકી બધા ડૂબનારા. ડૂબનારનો અનુભવ ડૂબવાની ઈચ્છાવાળો લે. તરનારનો અનુભવ કરવાની ઈચ્છાવાળો છે. તમારે શું કરવું છે ? તરતમતા જરૂર છતાંય છે તો પાપ જ : સભા : બે પાસે પરિગ્રહ છે, એકને જરૂર નથી અને ઘણો છે. જ્યારે બીજા પાસે
એની જરૂરિયાત પૂરતો જ છે તો પાપ કેમ ? પાપ એ તો પાપ જ છે. પણ એટલું ચોક્કસ કહીશ કે એક પાસે મર્યાદિત પાપ છે અને બીજા પાસે અમર્યાદિત પાપ છે. મર્યાદિત કે અમર્યાદિત પાપ પણ આખર તો પાપ જ છે ને ? એને આવી જરૂર કેમ પડી? ઈન્દ્રિયોને પરવશ પડ્યો, કષાયોનો ગુલામ બન્યો, સાધનોને પરાધીન બન્યો, એટલે જ જરૂર પડી ને ? એ પાપથી અટકવું હોય તો ઈન્દ્રિયોને જીતવાની મહેનત કરવી પડે. કષાયોને કબજે કરવાની મહેનત કરવી પડે. તે માટે સત્ત્વ કેળવવું પડે, મનને કેળવીને, જીતવું પડે. શરીરને કેળવીને જીતવું પડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org