________________
૨૩૮
- ૩ - બંધન જાણો ! બંધન તોડો ! – - 790 જે ઈન્દ્રિયોને-કષાયોને-મનને શરીરને જીતે, તેણે પરિગ્રહના પાપનો પડછાયો પણ લેવો ન પડે. પણ જે નબળા છે, જે હજી ઈન્દ્રિયોની પરવશતા, કષાયોની ગુલામી અને પરિગ્રહની પરાધીનતા છોડી શક્યા નથી, પણ જેને થાય કે હવે મારે એને મર્યાદિત તો કરવી જ છે. તેને માટે પણ કહી શકાય કે તેને ચોથું મિથ્યાત્વનું બંધન નથી.
જે આ પરિગ્રહની ગુલામીને ફગાવી દે, તેને નાથીને તેનો ત્યાગ કરે, તેનો પહેલો નંબર. જે હજી એની ગુલામી ફગાવી શકતો નથી, શક્ય પ્રયત્ન નાથવાની મહેનત કરે છે, વાસ્તવિક અર્થમાં જે પરિગ્રહને મર્યાદિત કરે છે, તેનો બીજો નંબર અને આ પરિગ્રહ છોડવા જેવો છે. મર્યાદિત કરવા જેવો છે, એવું જેને લાગે છે, તેનો ત્રીજો નંબર. સભાઃ પરિગ્રહ ગમે પણ ભેગો ન કરે તો ?
તો પણ મમતાનો પરિણામ બેઠો જ છે. એટલે એથી થતું પાપ ઊભું જ છે. જે ભેગો કરે અને મમતા રાખે એને તો બન્ને ય નું પાપ લાગે.
પાપાનુબંધી પુણ્યવાળાને પૈસો મળે, પણ છોડવાનું મન થાય જ નહિ. એને વળગવાનું જ મન થાય, અગર છોડવાનું મન થાય તો પણ અધિક મેળવવા માટે જ છોડવાનું મન થાય. સન્માર્ગે વાપરવાનું મન થાય નહિ, ઉન્માર્ગે વાપરે. આ વાપર્યા એ પણ પાપનો અનુબંધ કરાવે. માત્ર વાપર્યા તેનાથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાઈ ગયું, એમ નહિ. એ “શા માટે વાપર્યા' તેનાથી પુણ્યાનુબંધી પુણ્ય નક્કી થાય છે. આ બધું સમજવું અને અંદર ઉતારવું ઘણું અઘરું છે, આ બધુ અંદર ઘોળવું પડશે.
અનાદિકાળથી આત્મામાં કુસંસ્કારો ઘર કરી ગયા છે કે “આ પૈસો છે તો બધુ છે. પૈસો છે તો બધું સુખ છે એટલા માટે જ તમારે ત્યાં કહેવત આવી કે, “પહેલું સુખ તે જાતે નર્યા.” “કોઠીએ જાર ને સુલક્ષણી નાર.' એવું ઘણુ બધું ગોખ્યું છે.
ઉપમિતિકારે ધન-લોભનો મહિમા માર્મિક શબ્દોમાં વર્ણવ્યો છે. એમનાં પ્રત્યેક વચનો ટંકશાળી છે અને એમાં તમારા અનાદિના સંસ્કારોના પડઘા પડેલા છે.
ધનને જ સર્વસ્વ માનતા લોકો માને છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org