________________
784
૨૩૨
– ૩ - બંધન જાણો ! બંધન તોડો ! – વૈરની પરંપરાનું સર્જન કરનાર છે, એવું ન સમજાય ઉપરથી હિંસાદિથી જ સુખ મળે અને એનાથી જ સુખની પરંપરા સર્જાય છે એવું જેને લાગે, તે બધાને મિથ્યાત્વ નામનું ચોથું બંધન છે જ. એ જ રીતે ધન-કુટુંબ-પરિવાર, એની મમતા જેને બંધન ન લાગે, એ આત્માની વિભાવદશા છે એમ ન લાગે, એનાથી એકબીજાની આસક્તિનાં જાળાં જ ગૂંથાય છે એમ ન લાગે, એ જાળામાં કરોળીયાની જેમ પોતે સપડાઈ, ગુંગળાઈ પૂરા થઈ જશે એમ ન સમજાય, ઉપરથી મમતા એ જ જેને સુખનું કારણ લાગે, એ જ આત્માની સ્વાભાવિક અવસ્થા લાગે તે બધામાં મિથ્યાત્વનું ચોથું બંધન બેઠું જ છે.
મિથ્યાત્વના બંધનથી બચે તે સંસારમાં મજાથી રહી જ ન શકે અને કદાચ કર્મયોગે તેને એ સંસારમાં રહેવું જ પડે તો પણ એમાંથી બહાર નીકળવાની જ એ મહેનત કર્યા કરે. નુકસાન દેખાય તો પાપથી બચાય :
સભા : આ બંધનથી બચવું આપણા હાથની વાત છે ? બિલકુલ, આપણા જ હાથની વાત છે. એક વખત તેનું સ્વરૂપ સમજાઈ જાય પછી તેને હાથ લગાડવાનું પણ મન ન થાય. જેને સ્વરૂપનું ભાન થાય તે કેવી રીતે છોડે છે - તે દાખલાથી સમજાવું.
આઠ કે સોળ ઉપવાસ કર્યા હોય અને એમાં છેલ્લા ત્રણ ઉપવાસ ખૂબ અઘરા થયા હોય, છેલ્લી રાત રાબડીનાં સ્વપ્નાઓમાં જ પસાર થઈ હોય. સવાર પડી ત્યારથી મિનીટો ગણતો હોય છે. પાટલે ગોઠવાઈને બેઠો હોય, રાબડી તૈયાર કરીને મૂકે છે. ડિશમાં પણ કાઢી લીધી હોય છે, જેથી પચ્ચક્ખાણ આવે કે તરત જ પીવા જેવી થોડી ઠંડી થઈ જાય. તે પછી પચ્ચકખાણ માટે છેલ્લી સેકન્ડો ગણાઈ રહી હોય, તેની તીવ્રતા કેટલી કે અહીં નવકાર ગણાય ને રાબડી અંદર જાય એટલી જ વાર હોય. જ્યાં પચ્ચખાણ આવ્યું, રાબડી મોઢે માંડે, હજી હોઠને અડે એ પહેલાં રસોડામાંથી બૂમ પડે કે “રાબડી પીતા નહિ, અંદર ગરોળી પડી છે.' આ સાંભળીને તે શું કરે? પીવે ? હમણાં તો પી લઉં પછી વાત, આવું કરે ? આટલી ભૂખ, આટલો તલસાટ અને આટલી મહેનત કરીને તૈયાર કરાવેલી છતાં ન જ પીવે ? કેમ ? ઝેરવાળી રાબડીના વાસ્તવિક, પ્રાણઘાતક, મારક સ્વરૂપનું ભાન થયું. તેમ અહીંયા પણ આ પરિગ્રહ મારનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org