________________
૨૩૧
–
૧૦ : બંધનનું ય બંધન છે મિથ્યાત્વ - 33
–
783
એવી તમારી આંતરિક ભૂમિકા તૈયાર કરો ! તો મારે તમને મિથ્યાત્વરૂપી ચોથું બંધન છે' તેવું કહેવાની ઉતાવળ નથી કરવી. જેનામાં આટલી કાળજી હોય, તે મિથ્યાત્વથી બચે.
જેનામાં ચોથું બંધન ન હોય, તેને પળ-પળે અહીં - સાધુપણામાં આવવાનું મન થાય. અહીં આવવાનું જ મન હોય પણ આવી ન શકે તે પુણ્યાત્મા સંસારમાં પણ રહે તો કેવી રીતે રહે તે સમજાવું.
તમે મદારીને જોયો હશે ! મદારી સાપના ખેલ કરે. એ મદારીને ખબર હોય છે કે મારે સાપ વગર ચાલે તેમ નથી. તેનાથી જ મારી આજીવિકા ચલાવવાની છે અને પાછો તે જીવ લે તેવો છે. તેથી તે તેને પકડતાં ખૂબ સાવચેતી રાખે. જો ખાલી મોટું પકડે તોય પોતે મરે અને પૂંછડું પકડે તો ય પોતે જ મરે. મોટું પકડે તો સાપ પૂંછડાથી એવો વીંટળાઈ વળે ને એવી ભીંસ લાવે કે હાથ ઢીલો પડે. હાથ ઢીલો પડે, પકડ છૂટે કે તરત એ ડંખ મારે અને જો પૂંછડું જ પકડે તો સીધો ડિંખ મારે. એટલે બહુ કાળજી રાખીને એકસાથે મોટું ને પૂંછડું બેય પકડે. પૂંછડું પગથી પકડી રાખે અને મોટું દબાવે. ચિપીયા તૈયાર રાખ્યા હોય. જેવું સાપનું મોટું પહોળું થાય કે તરત જ ઝેરની કોથળી કાઢી લે. ઝેર નીચોવ્યા પછી પણ તેને કરંડીયામાં જ રાખે. છૂટો ન મૂકે. ખાવા-પીવાનું પણ એટલું જ આપે છે, તે દોડી ન જાય ને વશમાં રહે. એને બરાબર કેળવે. જેમ નચાવવો હોય તેમ નચાવે, પણ જડીબુટ્ટી તો સાથે રાખે જ. જરા ડંખ માર્યો કે તરત જડીબુટ્ટી ઘસે. ગમે તેમ તોય આ જાત તો સાપની જ છે, તેમ તે જાણતો હોય છે. માટે આટલી સાવચેતી રાખે. એ સાપના ખેલ કરતાં આગળ-પાછળ જેટલી કાળજી રાખે છે, એટલી કાળજી તમે પૈસા કમાતાં-વાપરતાં રાખો છો? સભા : સાપ ઝેરીલો દેખાય છે.
ત્યાં આંખ ખુલ્લી છે અને અહીં આંખ બંધ છે, એટલે જ પરિગ્રહ ઝેર જેવો લાગતો નથી. માટે મજેથી પરિગ્રહ ભેગો કરાય છે.
પરિગ્રહ બંધન છે, એ દુઃખની પરંપરાનું સર્જન કરનાર છે, એવું જેને ન લાગે ઉપરથી સુખ આપનાર અને સુખની પરંપરાનું સર્જન કરનાર જેને લાગે, તેનામાં ચોથું મિથ્યાત્વ નામનું બંધન ઉભું જ છે.
એ જ રીતે હિંસા, અસત્ય, ચોરી અને અબ્રહ્મ, એ જેને બંધન ન લાગે, એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org