________________
૨૩૦.
782
- ૩ - બંધન જાણો ! બંધન તોડો! – ઘોડે ચડ્યા, એ મમતા વગર ? પોતાની સગી બહેન, ગઈકાલ સુધી જેના વગર ચેન નહોતું પડતું, તેને ય કહે, “હવે તું મારી નહિ, તું પારકી, હવે આ મારી.” એ બેન બે દિવસ માટે પણ ઘરે આવે તો કહી દે, તને આવવાની છૂટ છે, પણ તારે આમાં બે વચ્ચે કાંઈ ગરબડ કરવાની નહિ.' આવું કેમ બોલાયું ? મમતા જ કે બીજું કાંઈ?
મમતા કેવળ તમને ગૃહસ્થોને જ મારે એવું નથી. એ તો ગૃહવાસનો ત્યાગ કરીને આવેલા અમે શ્રમણો સાવધ ન રહીએ તો અમને પણ મારે. અહીં સાધુપણામાં આવ્યા પછી પણ મમતા છોડવી સહેલી નથી. માટે જ પ્રભુ અમને સાધુ-સાધ્વીને પણ મમતારૂપી બંધન છોડવા-તોડવાનું કહે છે.
સભા સીધું જ કહી દો ને કે પરિગ્રહ અને તેની મમતા બંને બંધન.
મેં નહિ, ભગવાને જ આ કહ્યું છે. પરિગ્રહ અને પરિગ્રહની મમતા આ બંને બંધન. પરિગ્રહને બંધન કહ્યું એમાં મુખ્યતા વ્યવહારનયની છે; જ્યારે મમતાને બંધન કહ્યું એમાં મુખ્યતા નિશ્ચયનયની છે. સાધુ-સાધ્વી પરિગ્રહ છોડીને બેઠાં છે, એટલે એમના માટે મુખ્યતા મમત્વ-ત્યાગની છે. શ્રાવક-શ્રાવિકા અને ગૃહસ્થો પરિગ્રહ લઈને બેઠા છે એટલે એમના માટે મુખ્યતા પરિગ્રહ-ત્યાગની છે. એમણે પહેલાં પરિગ્રહ છોડવાનો પછી મમતા પણ છોડવાની. પહેલાં પરિગ્રહના ત્યાગરૂપ વ્યવહારની સાધના કરવાની છે અને તે પછી મમત્ત્વના ત્યાગરૂપ નિશ્ચયની સાધના કરવાની છે.
જ્યારે પરિગ્રહના ત્યાગરૂપ વ્યવહારની સાધના કરાય, ત્યારે મમત્વ ત્યાગરૂપ નિશ્ચયને સાધવાનું લક્ષ્ય રાખવાનું છે અને જ્યારે મમત્ત્વના ત્યાગરૂપ નિશ્ચયની સાધના કરાય ત્યારે પરિગ્રહના ત્યાગરૂપ વ્યવહાર ન ચૂકાય, તેની સાવધાની રાખવાની છે. આ પૂર્વે આ બધી વાત વિગતવાર કરી ગયો છું. છતાં આવા પ્રશ્નો થાય છે. સભા: અમારે સાધુ બનવું નથી અને પરિગ્રહ છોડવો નથી.
તો તમને ચોથું બંધન નક્કી જ વળગેલું છે. એમ કહી શકાય. જો એમાં તમારો નંબર રાખવો ન હોય તો તમારા વાક્યમાં સુધારો કરો. “સાધુ બનવું નથી' એમ બોલવાના બદલે “સાધુ બનાતું નથી' – એમ બોલો, તેમજ “પરિગ્રહ છોડવો નથી' એમ બોલવાના બદલે “પરિગ્રહ છૂટતો નથી,' એમ બોલવું પડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org