________________
૨૨૯ - ૧૦ : બંધનનું ય બંધન છે મિથ્યાત્વ - 33 – 781 પ્રભુએ તમારા કલ્યાણ માટે ઘડી આપેલો સીલેબસ શીખવાડ્યો. હવે પ્રશ્ન પૂછી લઉ ? “હિંસા બંધન ?'
સભા : હા જી. સમકિતીમાં ઓળખાવવું હોય તો “હા” જ કહેવી પડે, એટલે “હા' પાડો છો ? કે બરાબર સમજાઈ ગયું છે માટે “હા” પાડો છો ?
પરિગ્રહ બંધન ? પત્ની બંધન ? પત્ની પણ પરિગ્રહરૂપ છે એમ માનો છો ? પૈસો બંધન ? તમારો બંગલો બંધન ? તમારી ગાડી બંધન ? ઑફિસ, દુકાન, ફેક્ટરી-કારખાનાં, વેર હાઉસીસ : આ બધું બંધન ? શું માનો છો ? પરિગ્રહરૂપ બંધનથી દુઃખ જ આવે ? સુખ ન જ આવે ? સભાઃ જ્યાં સુધી સંસારમાં છીએ ત્યાં સુધી પરિગ્રહની જરૂર પડે છે.
તમને એની જરૂર પડે છે એનો મને વાંધો નથી તમને એ જરૂરી લાગે છે -- તેનો મોટો વાંધો છે. તમારા પ્રશ્ન ઉપરથી જ તમને એ ખ્યાલ આવવો જોઈએ કે તેમને મિથ્યાત્વનું બંધન પીડી રહ્યું છે. તમે ચોથા બંધનમાં બરાબર ફસાયા છો. જેને ચોથું બંધન હોય તેને બીજા ત્રણ બંધન-બંધન ન લાગે. જેને મિથ્યાત્વરૂપી બંધન બરાબર વળગેલું હોય તેને જ પરિગ્રહ વગેરે ત્રણે બંધન બંધનરૂપ નથી લાગતાં. જેનું મિથ્યાત્વરૂપી ચોથું બંધન છૂટી ગયું હોય તેને પરિગ્રહ વગેરે ત્રણે બંધન બરાબર બંધનરૂપ લાગે છે અને માટે જ એ પળ પળ એ ત્રણેય બંધનોથી છૂટવાનો પ્રયત્ન કરતો હોય છે. પરિગ્રહ સુખનું સાધન છે, એવું લાગે તે ચોથું બંધન. આરંભ-હિંસા સુખનું સાધન છે, એવું લાગે તે પણ ચોથું બંધન. મમતા સુખનું સાધન છે, એવું લાગે તો પણ ચોથું બંધન.
સભા : પૈસાની મમતા એ બંધન કે પરિગ્રહ એ બંધને ?
ગઈકાલે કહી ગયો. સાપ મારે કે સાપનું ઝેર મારે ? દૂર કોનાથી રહેવાનું ? ઝેરથી જ કે સાપથી પણ ? એક નક્કી વાત છે કે, સાપ ક્યારેય મારતો નથી. સાપનું ઝેર જ મારે છે. છતાં સાપથી દૂર રહેવાની મહેનત ખરી ? કેમ ? સાપમાં જ ઝેર સમાયેલું છે. તેમ પૈસામાં જ મમતા સમાયેલી છે. એટલે પૈસાની મમતાથી જેમ બચવાનું તેમ પરિગ્રહથી પણ બચવાનું. મમતા જો ન હોત તો બજારે ગયા જ ન હોત, તેને હાથમાં લીધો જ ન હોત, ખીસ્સામાં ઘાલ્યો જ ન હોત. વગર ઓળખાણ-પીછાણવાળીને ઘરે લાવ્યા, તિજોરીની ચાવી આપી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org