________________
૮૭
– ૩ : બંધન કોણ? પરિગ્રહ, પરિગ્રહની મમતા કે બન્નેય ?- 26 –
639
તત્ત્વ પામવામાં અંતરાય ઊભો કર્યા વગર પણ રહેતા નથી. તમારો નંબર એમાં ન લગાવો, એટલું જ અમારે કહેવું છે.
ફરી આપણે આપણી મૂળ વાત ઉપર આવીએ, પરિગ્રહ જેમ અનેક દૃષ્ટિકોણથી ખરાબ છે તેમ તેના કારણે હિંસા થાય છે. માટે પણ તે ખરાબ છે. પરિગ્રહનો મૂળભૂત સ્વભાવ જ એવો છે કે તે હિંસા અને અન્ય પાપોને પેદા કરે છે. પછી ભલે તે હિંસા મનની હોય, વચનની હોય કે કાયાની હોય. એ પરસ્પરની હોય, ઘર-પેઢીની હોય કે, ગામ-નગરની હોય, એ રાજ્યની હોય કે દેશના સીમાડાઓની હોય. જે પરિગ્રહી હોય તે હિંસક હોય જ?
એ સૂક્ષ્મ જીવોની હોય કે દેખાતા બાદર જીવોની હોય, એ સ્થાવર જીવોની હોય કે હાલતા-ચાલતા ત્રસ જીવોની હોય ! આ બધી જ હિંસાના મૂળમાં પરિગ્રહ છે.
આ હિંસાને કોઈ સ્વયં કરે, કોઈ અન્યની પાસે કરાવે કે કોઈ હિંસા કરનાર અન્યને અનુમોદન આપે તે મરનાર તે તે જીવો સાથે પોતાનો વૈરભાવ વધારે છે, વૈરની પરંપરાનું સર્જન કરે છે. જેમાંથી એ પોતે પારાવાર દુઃખોનો, દુર્ગતિઓનો અને ભવભ્રમણનો ભોગ બને છે.
માટે જ ત્રીજી ગાથામાં અને એની અવતરણિકા કરતાં ટીકાકાર મહર્ષિએ
લખ્યું કે -
'परिग्रहवतश्चावश्यंभाव्यारम्भस्तस्मिंश्च प्राणातिपात इति दर्शयितुमाह - सयं तिवायए पाणे, अदुवा अण्णेहिं घायए । સતં વાના, વેર વ૬૬ મMurt રૂા' “પરિગ્રહવાળાને આરંભ અવશ્ય હોય છે અને આરંભમાં પ્રાણાતિપાત જીવોની હિંસા અવશ્ય હોય છે, એટલે હવે પ્રાણાતિપાતનું સ્વરૂપ બતાવતાં કહે છે કે – જે જીવોને સ્વયં મારે છે અથવા અન્યની પાસે કરાવે છે કે મારતાં જે અનુમોદન આપે છે તે (તે મરનાર જીવોની સાથે) પોતાનું વેર વધારે છે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org