________________
૮૮
640
– ૩ - બંધન જાણો ! બંધન તોડો ! – હવે આ વાતને તમે વિગતવાર સમજવાનો પ્રયત્ન કરો !
પરિગ્રહની ભૂખ જાગે એટલે હિંસાચાર આવવાનો જ. કયો એવો ધંધો છે. કે, જેમાં પૈસા મળતા હોય ને હિંસા ન હોય ?
હિંસાચાર વધારે છે માટે ધંધો ન કર્યો હોય એવા કેટલા જોવા મળે ? આવડત ન હોય, સંયોગો ન હોય, અનુકૂળતા ન હોય અને હિંસક ધંધો ન કર્યો એ જુદી વાત પણ આવડત હોય, સંયોગો હોય, અનુકૂળતા પણ હોય, છતાં આ ધંધામાં હિંસા ઘણી છે, માટે હિંસાથી બચવા ધંધો ન કર્યો એવું બન્યું છે ? જે કંપનીમાં વધુને વધુ પૈસો મળે તે કંપનીના શેર લીધા, પણ તે વખતે તે કંપની શું કરે છે, એમાં કેવાં હિંસક કાર્યો થાય છે, એનો વિચાર કર્યો ?
એવાં પણ દર્શનો છે, મતો અને ધર્મો છે કે જે જાતે હિંસા કરે તો જ પાપ લાગે એવું માને પણ, બીજાની પાસે હિંસા કરાવવામાં પાપ ન માને. તેવા મતવાળા બીજાની પાસે જીવો મરાવે અથવા બીજાએ મારેલાં જીવોને પોતે ખાય કે એ રીતે બીજાએ મારેલા જીવોમાંથી બનતી વસ્તુઓ પોતે વાપરે છતાં પોતે હિંસા કરતા નથી માટે પોતાને પાપ લાગતું નથી – એવી ભ્રમણામાં રાચે છે. તેમ અમારા અહીં આવનારા ઘણા ભાગ્યશાળીઓ (!) પણ એમ માનતા હોય કે કંપની જે હિંસાનાં કાર્યો કરે તેનું પાપ શેર લેનારાને ન જ લાગે. આ તેઓની મોટી ભ્રમણા છે.
જેને જૈન દર્શનની અહિંસાનું જ્ઞાન નથી, એવા “મનુ એ પણ “મૃતિગ્રંથ'માં જીવઘાતની અનુમોદના કરનારને પણ ઘાતક' તરીકે ઓળખાવ્યા છે. શેર લેનાર વ્યક્તિને અનુમોદના બેઠી જ છે; માટે કંપની દ્વારા થતી તમામ જીવહિંસાનું પાપ એને પણ જરૂર લાગે જ છે. સભા : વ્યાજે ક્યાંય રોક્યાં હોય તો ?
ક્યાં રોકો છો, તેના ઉપર આધાર છે. તેની તપાસ કરવી જરૂરી છે. તમે કોઈપણ ધંધો કરતા હો તેમાં તમને સારા એવા રૂપિયા પણ મળતા હોય પણ તમને ખબર પડે કે પંચેન્દ્રિય જીવોને મારીને, ત્રસ જીવોને મારીને, આ રૂપિયા આવે છે, તો તેને છોડવાનું મન થાય ? સભા તો કયો ધંધો કરવો જોઈએ ? તમારે કયો ધંધો કરવો” – એ બતાવવું એ મારો ધંધો નથી. પહેલાં હૈયાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org