________________
— ૩ : બંધન કોણ ? પરિગ્રહ, પરિગ્રહની મમતા કે બન્નેય ?– 26 — 641 ઘડો, હૈયું ઘડાઈ જશે પછી મારે નહિ કહેવું પડે. તમને આપોઆપ સમજાશે કે અમારાથી કેવા કેવા ધંધા ન જ કરાય અને જે પણ ધંધા કરવા જ પડે એમાં પણ કેટલી કેટલી કાળજી રાખવી જોઈએ.
re
જેમ મા જ્યારે પહેલીવાર મા બને ત્યારે તેને કોઈ શીખવાડે છે કે બાળકને કેમ નવડાવવું - ધોવડાવવું ? એને પગનો ચૂલો કરતાં ય આવડે ? ક્યાંય ભણવા ગઈ હતી ? એ મા બની એટલે બધું આવડી ગયું ? કેમ ? હૈયું માનું બન્યું. એમ ષજીવનિકાયની મા બનો તો બધુ આવડી જશે. મા જ્યારે બાળકને જન્મ આપે ત્યારે જો ખુદ એનામાં માનો જન્મ થાય તો તેને જેમ બધું જ આવડી જાય, તેમ ‘આત્મવત્ સર્વભૂતેષુ'ની સાચી ભાવના જન્મે તો બધું જ આવડી જાય.
પછી અમારે એ સમજાવવું નહિ પડે કે - ‘મોટી મોટી ફેક્ટરી-કારખાનાં કરવાં, એના શે૨ લેવા - કમાવા - તેના ઉપર લહેર કરવી, એ બધી હિંસા છે, તે બંધન છે.’
ધંધો બંધ કરવો એ પણ પ્રભાવના :
પરમતારક ગુરુદેવના પાવન પરિચયમાં આવીને આ વાતો જેને જેને સમજાણી એવા ઘણા લોકોએ ધીકતા ધંધા બંધ કર્યા, નવો પરિગ્રહ મેળવવાનો બંધ કર્યો, ભેગો થયેલો પરિગ્રહ ઘટાડવાનો પ્રયત્ન કર્યો અને સંતોષથી કેટલાકોએ જીવવાનો પ્રયત્ન કર્યો છે.
ગુરુદેવને કેટલાકોએ પૂછ્યું કે, ‘ધંધો બંધ કરીશ તો પ્રભાવનાનાં કાર્યો નહિ કરી શકું, તો મારે શું કરવું ?' ત્યારે પ૨મતા૨ક ગુરુદેવે કહ્યું કે, ‘પ્રભાવનાનાં કાર્યો કરવા ધંધો કરવાની જરૂર નથી. ધંધો બંધ ન થતો હોય કે પરિગ્રહ વધી ગયો હોય તો તેના ઉપર નિયંત્રણ કરવા, બચવા, પ્રભાવના વગેરે કાર્યો કરવાનાં છે અને બીજી અગત્યની એ વાત છે કે આવી રીતે ચાલુ ધંધા ધર્મભાવનાથી બંધ કરી દેવા એ પણ એક પ્રકારની પ્રભાવના જ છે.’
હિંસાના મુદ્દાની વિચારણા કરીએ ત્યારે માત્ર પંચેન્દ્રિય જીવની હિંસાથી જ બચવાની વાત છે, એવા ભ્રમમાં ન રહેવું. બેઈન્દ્રિયથી લઈને ચઉરિન્દ્રિય સુધીના તમામ ત્રસ જીવોની હિંસાથી પણ બચવાની આ વાત છે અને આગળ વધીને પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિના સ્થાવર એવા એકેન્દ્રિય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org